E-Paper
Thursday, March 5, 2026
E-Paper
HomeGujaratGujarat : PSI બનવાનું સપનું અધૂરું રહ્યું, વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈ...

Gujarat : PSI બનવાનું સપનું અધૂરું રહ્યું, વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર

વડોદરામાં પોલીસ વિભાગને હચમચાવી દેતી એક ઘટના સામે આવી છે. શહેરના કપુરાઇ પોલીસ મથકમાં ફરજ બજાવતા 27 વર્ષીય મહિલા કોન્સ્ટેબલ પ્રિયંકા પ્રજાપતિએ ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. આઘાતજનક વાત એ છે કે, પ્રિયંકાએ તાજેતરમાં જ પીએસઆઈ (PSI) માટેની શારીરિક કસોટી એટલે કે દોડની પરીક્ષા પાસ કરી હતી અને તેઓ ઉચ્ચ અધિકારી બનવાની દિશામાં આગળ વધી રહ્યા હતા.

પીએસઆઈની લેખિત પરીક્ષાની તૈયારીમાં હતા

મૂળ બનાસકાંઠા જિલ્લાના વતની પ્રિયંકા પ્રજાપતિ વડોદરામાં આજવા રોડ પર નવજીવન પાસે રહીને પોતાની ફરજ બજાવતા હતા. પીએસઆઈ બનવા માટે તેમણે ભારે મહેનત કરી હતી અને પ્રારંભિક સફળતા પણ મેળવી લીધી હતી. તેઓ આગામી લેખિત પરીક્ષા માટે તનતોડ તૈયારી કરી રહ્યા હતા, પરંતુ તે પહેલાં જ તેમણે અકળ કારણસર ઘરમાં જ પંખા સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાઈ લીધો હતો.

પોલીસ બેડામાં ગમગીની

આ ઘટનાની જાણ થતા જ બાપોદ પોલીસ મથકની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી. સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ બહાર મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ ઉમટી પડ્યા હતા. એક તેજસ્વી અને મહેનતુ સાથી કર્મચારીને ગુમાવતા સાથી પોલીસ જવાનોએ અત્યંત ભારે હૈયે પ્રિયંકા પ્રજાપતિને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

આપઘાતનું કારણ અકબંધ

પ્રિયંકાએ આ આત્યંતિક પગલું કેમ ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. શું કોઈ કામનું દબાણ હતું, અંગત પારિવારિક સમસ્યા હતી કે અન્ય કોઈ કારણ, તે અંગે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments