E-Paper
Thursday, March 5, 2026
E-Paper
HomeGujaratNarmada : રાજપીપલા ખાતે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ તેમના પરિવારઅને ભાજપાના કાર્યકર્તાઓ...

Narmada : રાજપીપલા ખાતે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ તેમના પરિવારઅને ભાજપાના કાર્યકર્તાઓ સાથે તેમના નિવાસસ્થાને તિલક હોળી રમી રંગોત્સવ ઉજવ્યો

નર્મદા જિલ્લાના રાજપીપલા ખાતે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ તેમના પરિવારઅને ભાજપાના કાર્યકર્તાઓ સાથે તેમના નિવાસસ્થાને ધુળેટીની ઉજવણી કરી હતી. જેમાં સાંસદ મનસુખ વસાવાએ પરિવારજનોને તથા કાર્યકર્તાઓસાથે તિલકહોળી રમી હતી તેમજ ખજૂર કોપરા હારડા ચણા ખવડાવી મોં મીઠું કરાવી હોળી પર્વની શુભકામના પાઠવી હતી.નાંદોદના ધારાસભ્ય ડૉ દર્શનાબેન દેશમુખે પણ રંગોતસ્વ ઉજવ્યો હતો

સાંસદે ભગવાનને પણ રંગથી અભિષેક કરી રંગોત્સવ ઉજવ્યો હતો નર્મદા જિલ્લા ભાજપના કાર્યકરોએ પણ સાંસદને રંગ લગાડી ને ધુળેટી ની ઉજવણી કરી હતી.

જોકે સાંસદ મનસુખ વસાવા આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના રંગ અંગે બોલતા જણાવ્યું હતું કે હોળી પર્વે બધી જગ્યાએ કેસરિયા રંગનો પ્રભાવ જોવા મળે છે.આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માં નગરપાલિકા, હોય કે તાલુકા પંચાયત ની ચૂંટણી હોય બધે જ ભાજપા નો કેસરિયો રંગ જ ચઢશે. બીજા રંગો પૂરક રંગો હોય છે એ પણ અમારા રંગમાં ભળી જશે

તે જ રીતે નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે પણ તેમના નિવાસસ્થાને કાર્યકર્તાઓ અને કુટુંબીજનો સાથે રંગોત્સવની ઉજવણી કરી. ગુલાલ ઉડાવી અને મીઠાઈ વહેંચી તેમણે કાર્યકર્તાઓ સાથે આનંદ વહેંચ્યો અને સૌને શુભકામનાઓ પાઠવી.ધુળેટી પર્વ નિમિત્તે સમગ્ર જિલ્લામાં હર્ષોલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો. લોકો પરસ્પર રંગ લગાવી ભાઈચારો અને એકતાનો સંદેશ આપતા દેખાયા.બન્ને નેતાઓ એ આગામી સ્થાનિક ચૂંટણીઓ મા કેસરિયો લહરાશે નો આશાવાદ વ્યક્ત કર્યો.

Repoter : દીપક જગતાપ, રાજપીપલા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments