E-Paper
Saturday, March 7, 2026
E-Paper
HomeGujaratBhavnagarBhavnagar : ધો. 10 ના બેઝિક ગણિતના પેપરમાં 80 માંથી 64 ગુણનું...

Bhavnagar : ધો. 10 ના બેઝિક ગણિતના પેપરમાં 80 માંથી 64 ગુણનું પાઠયપુસ્તકમાંથી બેઠુ પુછાયું

બોર્ડની ચાલી રહેલ વાર્ષિક પરીક્ષા અંતર્ગત આજે ધો.૧૦માં ૮૧૪ અને ધો.૧૨માં ૧૯૪ વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતાં. જ્યારે ધો.૧૦માં ગણિત બેઝિકનું પેપર સરળ અને પાઠયપુસ્તકમાંથી બેઠુ પુછાયું હતું. જ્યારે ધો.૧૨ વિ.પ્ર.માં અંગ્રેજીનું પેપર પણ એકંદરે વિદ્યાર્થીઓને સરળ લાગ્યું હોવાનંર જણાવ્યું હતું.

આજે ધો.૧૦માં ત્રીજુ પેપર બેઝિક ગણિતનું પુછાયું હતું જે એકદમ સરળ અને વિદ્યાર્થી અપેક્ષા મુજબનું હતું. ૮૦ ગુણમાંથી ૬૪ ગુણનું પેપર પાઠયપુસ્તકની રકમમાં ફેરફાર કર્યાં વગરનું પુછાયું હતું. તો જોડકામાં ૨૩ અને ૨૪મો પ્રશ્ન ટ્વિસ્ટ કરીને પુછાતા વિદ્યાર્થી વિચારતા થયા હતાં. હેતુલક્ષી ૨૪ પ્રશ્નો સરળ હતા જે પૈકી ૮ પ્રશ્નો પુસ્તકમાંથી બેઠા પુછાયા હતાં. જ્યારે ધો.૧૨ વિ.પ્ર.માં અંગ્રેજી દ્વિતિય ભાષાનું પેપરના પાર્ટ-એમાં ફંક્શન, ટાઇટલ ઓફ રોડ, જમ્બલ પાર્ટ સંયોજકો પરના હેતુલક્ષી પ્રશ્નો સરળ રહેલ તો પાર્ટ-બીમાં શોર્ટનોટ સરળ રહી, સીમાં ઇન ડાયરેક સ્પીચ સરળ તો ઇન્ફર્મેશન ટ્રાન્સફરનો પ્રશ્ન કઠીન જણાયો હતો. જ્યારે ડી વિભાગમાં નિબંધ લેખનમાં હેલ્થ ઇઝ વેલ્થ, માય ફેવરીટ લીડર, પોઝીટીવ એસપેક્ટ ઓફ યોર પર્સનાલિટી જેવા સરળ હતાં. ઇમેલ રાઇટીંગ અને રિપોર્ટ રાઇટીંગ પણ વિદ્યાર્થીઓએ હોશભેર લખ્યા હતાં. જે સંપૂર્ણ પ્રશ્ન બ્લુ પ્રિન્ટ આધારિત રહ્યો હતો. જ્યારે જિલ્લામાં ધો.૧૦ના ગણિત બેઝિકમાં ૩૨૨૦૭ વિદ્યાર્થીમાંથી ૮૧૪ ગેરહાજર રહેતા ૩૧૩૯૩ પરીક્ષાર્થી હાજર રહ્યા હતાં. તો ધો.૧૨ સા.પ્ર.માં સમાજશાસ્ત્ર વિષયની પરીક્ષામાં ૧૧૩૩૪માંથી ૧૭૭ ગેરહાજર રહેલ જ્યારે ધો.૧૨ વિ.પ્ર.માં ૪૯૯૮માંથી ૪૯૮૧ પરીક્ષાર્થીઓએ સફળતાપૂર્વક શાંતિમય વાતાવરણમાં પરીક્ષા આપી હતી. જ્યારે કાલે તા.૭ના રોજ ધો.૧૨ સા.પ્ર.માં દ્વિતિય ભાષા, ધો.૧૨ વિ.પ્ર.માં અંગ્રેજી પ્રથમ ભાષાનું પેપર રહેશે. જ્યારે ધો.૧૦માં બે દિવસની રજા બાદ તા.૯ના રોજ સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર રહેશે.

આગામી તા.૯ના રોજ ધો.૧૨ કોમર્સમાં આંકડાશાસ્ત્ર વિષયનું પેપર છે ત્યારે વિષય નિષ્ણાંત હેમંતભાઇના જણાવ્યા પ્રમાણે વિભાગ એ, બીમાં ગુણ સરળતાથી મેળવી શકાય છે જે માટે મુળભૂત વ્યાખ્યાઓ, સંકલ્પનાઓ, સુત્રો પર ધ્યાન આપવું જરૂરી છે. વિભાગ સીમાં માત્ર વ્યાખ્યા નહી પણ સૂચક આંકના પ્રકારો, દ્વિપદી ગુણધર્મ, લક્ષ, વિકલન જેવા મુદ્દા સ્પષ્ટ હોવા જોઇએ. વિભાગ ડી પ્રમાણે વિતરણના ૨ દાખલા લક્ષ વિકલન મહત્વપૂર્ણ રહે છે. વિભાગ એફમાં પ્રશ્ન ધ્યાનથી વાંચી યોગ્ય પદ્ધતિ પસંદ કરવી તે અગત્યનું છે. આમ સૂત્રો અલગ લખી પુનરાવર્તન સરળ બનાવી શકાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments