E-Paper
Saturday, March 7, 2026
E-Paper
HomeIndiaNational : ભારતના આ બે રાજ્યોમાં બાળકો માટે સોશિયલ મીડિયા પર...

National : ભારતના આ બે રાજ્યોમાં બાળકો માટે સોશિયલ મીડિયા પર લાગશે પ્રતિબંધ

હવે તો દરેક વ્યક્તિ પાસે કદાચ પર્સ ન હોય તો ચાલે પણ મોબાઇલ તો જોઇએ જ. તેમાં પણ સોશિયલ મીડિયાનો જે ક્રેઝ છે તે નાના બાળકોથી લઇને સૌ કોઇ પર જોવા મળી રહ્યો છે. કોરોના કાળ દરમિયાન ઓનલાઇન શિક્ષણ શરૂ થયુ અને પછી ધીરે ધીરે બાળકો મોબાઇલ અને લેપટોપથી ટેવાઇ ગયા. સોશિયલ મીડિયા પર તેઓ મોટાભાગનો સમય વિતાવતા રહ્યા. જો કે બાળકોમાં આ બાબત જોવા મળવી તે ઘણી ચિંતા જનક છે. ત્યારે દેશના સૌ પ્રથમ બે રાજ્યો એવા છે જેણે બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે.

આ બે રાજ્યો છે આંધ્રપ્રદેશ અને કર્ણાટક. આંધ્રપ્રદેશ વિધાનસભાને સંબોધતા મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે એ વાત પર વિચાર કરી રહ્યા છે કે શું આ પ્રતિબંધ 13 થી 16 વર્ષની ઉંમર સુધી વધારી શકાય કે નહીં. નાયડૂએ કહ્યું કે અમે નિશ્ચિત રૂપથી એ સુનિશ્ચિત કરીશું કે 90 દિવસની અંદર 13 વર્ષથી ઓછી ઉંમરના લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ ન કરી શકે. મુખ્યમંત્રીએ કહ્યું કે તેમની સરકાર 13 થી 16 વર્ષની વયના કિશોરો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેશે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધની જાહેરાત કરી.

બીજી તરફ પડોશી રાજ્ય કર્ણાટકમાં પણ કોંગ્રેસ સરકારે જણાવ્યું હતું કે આ પ્રતિબંધ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર લાગુ થશે. સિદ્ધારમૈયાએ 2026-27 માટેનું રાજ્ય બજેટ રજૂ કરતી વખતે કહ્યું હતું કે બાળકો પર મોબાઇલ ફોનના વધતા ઉપયોગની પ્રતિકૂળ અસરોને રોકવાના ઉદ્દેશ્યથી 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ પ્રતિબંધિત કરવામાં આવશે. તેમણે પાછળથી ઉમેર્યું હતું કે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો મોબાઇલ ફોન રાખી શકે છે, પરંતુ તેઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકતા નથી.

તેમણે કહ્યું, “અમે તેમના માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકીશું.” શાળાઓ, કોલેજો અથવા ઘરોમાં તેને કેવી રીતે નિયંત્રિત કરવામાં આવશે તે અંગેના પ્રશ્નોના જવાબમાં સિદ્ધારમૈયાએ કહ્યું, “અમે આ માટે એક કાર્યક્રમ તૈયાર કરીશું. કાર્યક્રમ અંતિમ સ્વરૂપ મળ્યા પછી, અમે તમને જાણ કરીશું.”

ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયાએ 2025માં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકનાર પ્રથમ દેશ બન્યો છે. જેમાં ટિકટોક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા પ્લેટફોર્મની ઍક્સેસ અવરોધિત કરવામાં આવી. ઇન્ડોનેશિયાએ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પણ પ્રતિબંધ મૂક્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments