સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી લગ્નના બહાને લૂંટી લેતી લૂંટેરી દુલ્હનના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. સાબરકાંઠાના હિંમતનગરમાં પણ આવી જ એક છેતરપીંડી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે.
સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી લગ્નના બહાને લૂંટી લેતી લૂંટેરી દુલ્હનના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. સાબરકાંઠાના હિંમતનગરમાં પણ આવી જ એક છેતરપીંડી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે.લગ્નવાંછુક યુવાનોને જાળમાં ફસાવી લાખો રૂપિયા પડાવતી લૂંટેરી દુલ્હન ગેંગના 9 પૈકી બે મહિલા સહિત 4 લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે. જ્યારે અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ ચાલુ છે. આ ટોળકી લગ્ન ઈચ્છુક યુવકોને પોતાની જાળમાં ફસાવી પહેલા લગ્ન કરાવતી અને ત્યારબાદ ચારથી પાંચ દિવસમાં બહાના બનાવી યુવકોને છોડી ભાગી જતી હતી.

આ સમગ્ર કિસ્સામાં ટોળકી પોતાના જ ઘરમાં મેરેજ બ્યુરો શરૂ કરી લગ્ન ઈચ્છુક યુવાનોને ફસાવવાનું કામ કરતી હતી.ત્યારબાદ ખોટી રીતે દબાણ કરી છૂટાછેડા લેવડાવી એ જ યુવતીના અન્ય યુવક સાથે ફરી લગ્ન કરાવી રૂપિયા પડાવતી હતી. આ મામલે હિંમતનગરના ભોગ બનેલા એક યુવકે હિંમતનગર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર આરોપીઓને ઝડપી લીધા છે. જ્યારે હજુ પાંચ મહિલા આરોપીઓને ઝડપી પાડવા માટેની કાર્યવાહી ચાલી રહી છે.


