E-Paper
Tuesday, March 10, 2026
E-Paper
HomeGujaratBanaskantha : સદરપુર પાસે કુતરાને બચાવવા જતાં ઝાડ સાથે અથડાઈ કાર, ત્રણનો...

Banaskantha : સદરપુર પાસે કુતરાને બચાવવા જતાં ઝાડ સાથે અથડાઈ કાર, ત્રણનો આબાદ બચાવ

બનાસકાંઠા જિલ્લાના ડીસા-પાલનપુર હાઈવે પર સદરપુર ગામ પાસે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. ચાલુ ગાડીએ અચાનક રસ્તામાં કુતરું આવી જતાં તેને બચાવવાના પ્રયાસમાં કાર ચાલકે કાબૂ ગુમાવ્યો હતો, જેના પરિણામે કાર ધડાકાભેર રોડ સાઈડના ઝાડ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, અથડાતાની સાથે જ કારમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.

આ ઘટનામાં સૌથી રાહતના સમાચાર એ છે કે, કારમાં સવાર ત્રણેય વ્યક્તિઓ સમયસૂચકતા વાપરીને આગ વિકરાળ બને તે પહેલા જ સુરક્ષિત રીતે નીચે ઉતરી ગયા હતા. જો મુસાફરો ઉતરવામાં સેકન્ડોનું પણ મોડું થયું હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત. કારમાં આગ લાગતા જ હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

ઘટનાની જાણ થતા જ ડીસા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે ફાયર ટીમ પહોંચે તે પહેલા જ આખી કાર બળીને લોખંડના હાડપિંજરમાં ફેરવાઈ ગઈ હતી. સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માતને કારણે ખોરવાયેલા વાહન વ્યવહારને રાબેતા મુજબ કરાવ્યો હતો. કુતરાને બચાવવા જતાં થયેલો આ અકસ્માત હાલ પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments