E-Paper
Tuesday, March 10, 2026
E-Paper
HomeSportsSports : ભારતીય ક્રિકેટરે ઈન્ફ્લુએન્સર સાથે કરી સગાઈ, સોશિયલ મીડિયા પર શેર...

Sports : ભારતીય ક્રિકેટરે ઈન્ફ્લુએન્સર સાથે કરી સગાઈ, સોશિયલ મીડિયા પર શેર કરી રોમેન્ટિક તસવીરો

ભારતીય ક્રિકેટરે પૃથ્વી શોએ રવિવારે(8 માર્ચ, 2026) લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ અને ઈન્ફ્લુએન્સર આકૃતિ અગ્રવાલ સાથે સગાઈ કરી છે. આ અંગે બંનેએ સોશિયલ મીડિયા પર રોમેન્ટિક તસવીર શેર કરીને જાણકારી આપી છે. તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરના લગ્ન સમારોહમાં પૃથ્વી તેની ગર્લફ્રેન્ડ સાથે પહોંચ્યો હતો.

આકૃતિ અગ્રવાલ એક જાણીતી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર છે, જેના ઇન્સ્ટાગ્રામ પર 3.2 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. આકૃતિએ તાજેતરમાં તેલુગુ ક્રાઇમ થ્રિલર ફિલ્મ ‘ત્રિમુખા’થી એક્ટિંગની દુનિયામાં પ્રવેશ કર્યો છે.

આકૃતિનો જન્મ લખનઉમાં થયો હતો, પરંતુ બાદમાં તેઓ મુંબઈ આવી ગયા હતા. મુંબઈના રેસ્ટોરન્ટમાંથી નીકળતી વખતે બ્લૅક આઉટફિટમાં પૃથ્વી સાથેનો આકૃતિનો એક વીડિયો વાઈરલ થયો હતો. આ પછી તે રાતોરાત સ્ટાર બની ગઈ હતી અને તેના ફોલોઅર્સ પણ વધ્યા હતા. આકૃતિ અગ્રવાલ માત્ર એક ઈન્ફ્લુએન્સર જ નથી, પરંતુ તે ફિલ્મોમાં પણ પ્રવેશ કરી રહી છે.

જમણા હાથના બેટર પૃથ્વી શો લાંબા સમયથી ટીમ ઈન્ડિયાનો ભાગ નથી. તે છેલ્લે 2021માં ભારત માટે રમ્યો હતો. તેણે અત્યાર સુધી ભારત માટે 5 ટેસ્ટ, 6 વનડે અને 1 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. પૃથ્વીએ 65 ફર્સ્ટ-ક્લાસ મેચમાં 5093 રન, 71 લિસ્ટ-એ મેચમાં 3592 રન અને 124 T20 મેચમાં 3085 રન બનાવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments