E-Paper
Wednesday, March 11, 2026
E-Paper
HomeGujaratGujarat : શ્રી ચંદ્રશેખર આઝાદ હિન્દુ સમિતિ અને જય શિવા પ્રભાત શાખા,...

Gujarat : શ્રી ચંદ્રશેખર આઝાદ હિન્દુ સમિતિ અને જય શિવા પ્રભાત શાખા, આઝાદ વસ્તી, આંબાવાડીના કાર્યકર્તાઓ દ્વારા વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું

શ્રી ચંદ્રશેખર આઝાદ હિન્દુ સમિતિ અને જય શિવા પ્રભાત શાખા, આઝાદ વસ્તી, આંબાવાડીના કાર્યકર્તાઓ દ્વારા વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆતમાં શ્રી કેતનકુમાર કાલેજી (છોટે પાઠકજી) દ્વારા સુંદરકાંડ પાઠ કરવામાં આવ્યો. ત્યારબાદ નંદાલય હવેલીના પૂજ્ય શ્રી પ્રણવકુમારજી મહોદય, પૂજ્ય શ્રી કરણરાજાજી, વિભાગના મા. સંઘચાલક તથા મુખ્ય વક્તા શ્રી હરેશભાઈ ઠક્કર દ્વારા દીપ પ્રાગટ્ય, શંખનાદ અને વેદોક્ત મંત્રોચાર સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો.


કાર્યક્રમના મુખ્ય વક્તા શ્રી હરેશભાઈ ઠક્કર દ્વારા સંઘના શતાબ્દી વર્ષ, પંચ પરિવર્તન અને હિંદુ જીવન પદ્ધતિના મૂલ્યોને નવી Gen-Z પેઢી સુધી પહોંચાડવાના સંકલ્પ વિષે પ્રેરણાદાયક માર્ગદર્શન આપવામાં આવ્યું.પૂજ્ય શ્રી ગોષ્ટિશાલ પ્રણવકુમારજી મહોદય (અધિષ્ઠાતા – નંદાલય હવેલી, આંબાવાડી) દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા. તેમણે દેશ પર આવેલા આપત્તિ સમયે સંઘ દ્વારા કરવામાં આવેલા સેવાકાર્યો પર ચિંતન રજૂ કર્યું. સાથે સાથે પૂજ્ય શ્રી કરણરાજા યુવા મહોદયજી દ્વારા ગીતા અને શ્રીમદ ભાગવતના પ્રસંગો દ્વારા યુવાઓ માટે પ્રેરણાદાયક ઓજસ્વી વક્તવ્ય રજૂ થયું.આ પ્રસંગે વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા અને ભગવા ખેસ અને તિલકથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું. કાર્યક્રમના અંતે *શ્રી હનુમાનજી અને ભારતમાતાની આરતી તથા મહાપ્રસાદ સાથે આ ભવ્ય વિરાટ હિન્દુ સંમેલનનું સમાપન થયું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments