E-Paper
Tuesday, March 10, 2026
E-Paper
HomeGujaratSuratSurat : ઉધનામાં મામલતદાર કચેરી બહાર રિપેર કરેલો રોડ બેસી ગયો, હાથથી...

Surat : ઉધનામાં મામલતદાર કચેરી બહાર રિપેર કરેલો રોડ બેસી ગયો, હાથથી ડામર ઉખડવા લાગ્યો

સુરતમાં 166 કરોડના ખર્ચે સાકારીત ડુમસ સી ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું લોકાર્પણ થયું હતું.કાર્યક્રમ વેળાએ સુરત મહાનગરપાલિકા દ્વારા 173.12 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને 247.80 કરોડના કામોનું ખાતમુહૂર્ત પણ કરાયું હતું.

સુરતમાં 166 કરોડના ખર્ચે સાકારીત ડુમસ સી ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું લોકાર્પણ થયું હતું.કાર્યક્રમ વેળાએ સુરત મહાનગરપાલિકા દ્વારા 173.12 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને 247.80 કરોડના કામોનું ખાતમુહૂર્ત પણ કરાયું હતું. બીજી તરફ શહેરની અલગ જ સૂરત જોવા મળી હતી. ઉધના મામલતદાર ઓફિસની બહાર જ રોડ પર પડેલા ખાડાનો કોઈ ઉકેલ આવતો નથી. મહાનગર પાલિકા દ્વારા ડ્રેનેજને લઈને કામ કરાયું હતું. જેથી આ રોડ બેસી જતાં હાલાકી જોવા મળી છે.

સુરતમાં ઉધના મામલતદાર કચેરીની બહાર મહાનગર પાલિકા દ્વારા ડ્રેનેજનું કામ કરવામાં આવ્યું હતું. આ કામગીરી પૂર્ણ થયા બાદ ત્રણ દિવસ પહેલા રિપેર કરેલો રોડ બેસી ગયો હતો. મોટા વાહનો પસાર થતાં રોડ બેસી જવાની ચર્ચાઓ થઈ રહી છે. આ રોડ પર પાથરવામાં આવેલો ડામર પણ હાથથી ઉખડવા લાગ્યો છે. ત્રણ દિવસ પહેલા જ કામ પૂર્ણ થતાં ખાડાનું પુરાણ કરી રોડ બનાવી દેવામાં આવ્યો હતો. ત્રણ દિવસ બાદ અહીં રોડની ગુણવત્તાનું પ્રમાણ જોવા મળ્યું છે.

આ રોડ પર મોટા વાહન પસાર થતાં બેસી ગયો હતો. આ રોડ પર મહાનગર પાલિકા દ્વારા કયા પ્રકારની કામગીરી કરવામાં આવી તે સવાલ ઉભો થયો છે. આ રોડ પરથી ડામરના થર ઉખડવા લાગ્યાં છે. હાથથી પણ રોડ પરનો ડામર ઉખડી રહ્યો છે. તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયાં છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments