મુસાફરો અને ક્રૂની સલામતી સર્વોપરી છે અને તેથી ફ્લાઈટ પાછી ખેંચી લેવામાં આવી હતી. કંપની હવે અધિકારીઓ સાથે કામ કરી રહી છે, જેથી મુસાફરોને શક્ય તેટલી વહેલી તકે બીજી ફ્લાઇટ અથવા વૈકલ્પિક રૂટ દ્વારા સ્વદેશ પરત લાવવાની વ્યવસ્થા કરી શકાય.
ઈન્ડિગોની ફ્લાઈટ ફરી એક વખત ચર્ચામાં આવી છે. દિલ્હીથી માન્ચેસ્ટર, યુકે જતી ઈન્ડિગોની ફ્લાઈટ 6E 033ને હવામાં જ અચાનક યુ-ટર્ન લેવાની ફરજ પડી. લગભગ 7 કલાક સુધી ઉડાન ભર્યા પછી વિમાન દિલ્હી પરત ફરી રહ્યું છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવને કારણે પરિસ્થિતિ નોંધપાત્ર રીતે બગડી ગઈ છે, જેના કારણે કેટલાક દેશોએ અચાનક તેમના હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધા છે.
મળતી માહતી મુજબ ઈન્ડિગોની આ ફ્લાઈટ ઈથોપિયા-એરિટ્રિયા સરહદ નજીક પાછી વળી ગઈ હતી. ઈન્ડિગોના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સુરક્ષા કારણોસર અને હવાઈ ક્ષેત્ર પર પ્રતિબંધોને કારણે ફ્લાઈટ આગળ વધે તેવી શક્યતા નહોતી.

ઈન્ડિગોએ જણાવ્યું હતું કે મુસાફરો અને ક્રૂની સલામતી સર્વોપરી છે અને તેથી ફ્લાઈટ પાછી ખેંચી લેવામાં આવી હતી. કંપની હવે અધિકારીઓ સાથે કામ કરી રહી છે, જેથી મુસાફરોને શક્ય તેટલી વહેલી તકે બીજી ફ્લાઇટ અથવા વૈકલ્પિક રૂટ દ્વારા સ્વદેશ પરત લાવવાની વ્યવસ્થા કરી શકાય. ઈરાને ઓમાન, યુએઈ, કતાર અને બહેરીનમાં અમેરિકન લશ્કરી થાણાઓ પર હુમલો કર્યો હોવાથી ઈઝરાયલ, ઈરાન અને અમેરિકા વચ્ચેનો સંઘર્ષ વધી રહ્યો છે.
સાઉદી અરેબિયાએ હિંસા માટે ઈરાનને દોષી ઠેરવ્યું છે. આ દરમિયાન ઈરાનનો દાવો છે કે તે ફક્ત યુએસ હુમલાઓનો જવાબ આપી રહ્યું છે. ઈરાન યુદ્ધને કારણે આ પ્રદેશ પરનો હવાઈ વિસ્તાર લગભગ બંધ છે. જો કે, ગયા અઠવાડિયાથી ફ્લાઈટ્સને અન્ય માર્ગો દ્વારા ડાયવર્ટ કરવામાં આવી છે. રાહતની વાત એ છે કે યુએઈ (જેમ કે દુબઈ અથવા અબુ ધાબી) થી કેટલીક ફ્લાઇટ્સ હજુ પણ કાર્યરત છે.


