E-Paper
Tuesday, March 10, 2026
E-Paper
HomeGujaratGandhinagar : મેટ્રોમાં સે-૧થી સ્ટેડિયમ જવાનુ ૨૦ રૃપિયા, આવવાનું એડવાન્સ ૫૦ ભાડું

Gandhinagar : મેટ્રોમાં સે-૧થી સ્ટેડિયમ જવાનુ ૨૦ રૃપિયા, આવવાનું એડવાન્સ ૫૦ ભાડું

 રવિવારની સાંજ ભારતીય ક્રિકેટ ચાહકો માટે રોમાંચક હતી, પરંતુ મેચ પૂર્ણ થયા બાદ ઘરે પરત ફરતા ગાંધીનગરના મુસાફરો માટે આ અનુભવ આથક આઘાત સમાન રહ્યો હતો. દુનિયાના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ટી-ટ્વેન્ટી વર્લ્ડકપની ફાઈનલ જોવા ઉમટેલી મેદનીનો લાભ ઉઠાવવામાં સરકારી કોર્પોરેશન તંત્ર પણ પાછળ રહ્યું નથી. મેટ્રો રેલ દ્વારા મોડી રાત સુધી ટ્રેન દોડાવવાની જે સુવિધા આપવામાં આવી હતી, તેની પાછળ મુસાફરો પાસેથી ખિસ્સા કાતરૃ ભાડું વસૂલવામાં આવતા તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા છે.સામાન્ય રીતે કોઈપણ સેવામાં એડવાન્સ બુકિંગ કે મોટી સંખ્યામાં મુસાફરો હોય ત્યારે રાહત આપવામાં આવતી હોય છે, પરંતુ મેટ્રો રેલવે અહીં ઉલ્ટી ગંગા વહાવી છે. ગાંધીનગરના ક્રિકેટ ચાહકો જ્યારે સાંજે મેચ જોવા સ્ટેડિયમ જવા નીકળ્યા ત્યારે ગાંધીનગરથી મોટેરા સ્ટેડિયમ સુધીની ટિકિટ માત્ર રૃપિયા ૨૦ હતી. જોકે, આશ્ચર્ય અને આક્રોશની વાત એ છે કે, મેચ પૂર્ણ થયા બાદ રાત્રે ૧૦ થી ૧૨થ૩૦ ના ગાળામાં જ્યારે મુસાફરો પરત ફર્યા, ત્યારે મોટેરાથી ગાંધીનગર સેક્ટર-૧ સુધીનું ભાડું સીધું  રૃપિયા ૫૦ વસૂલવામાં આવ્યું હતું.આમ, જે અંતર કાપવા માટે સાંજે માત્ર ૨૦ રૃપિયા ખર્ચવા પડયા હતા, તેના માટે રાત્રે અઢી ગણું ભાડું વસૂલીને મેટ્રો પ્રશાસને જાણે મુસાફરોની મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો હોય તેમ જણાય છે. ક્રિકેટ ચાહકોમાં ચર્ચા છે કે મેટ્રોએ સુવિધા આપવાના બહાને નફાખોરીનું મોટું પ્લેટફોર્મ ઉભું કરી દીધું હતું.

સ્ટેડિયમની અંદર તો લૂંટ ફાટી પડી હોય તેવા દ્રશ્યો હતા, જ્યાં રૃપિયા ૨૦ની પાણીની બોટલ રૃપિયા ૧૫૦માં અને બે નાના સમોસા રૃપિયા ૨૦૦માં વેચાતા હતા. ખાણીપીણીની ચીજોમાં થતી આ નફાખોરી તો સમજી શકાય, પરંતુ જ્યારે મેટ્રો રેલ જેવું સરકારી સાહસ પણ આવી જ રીતે તકનો લાભ લઈને મુસાફરો પાસેથી વધુ નાણાં ખંખેરે, ત્યારે નાગરિકો ક્યાં જાય? ગાંધીનગરના મુસાફરોનો અનુભવ છે કે તંત્ર દ્વારા ‘સ્પેશિયલ ટ્રેન’ના નામે વસૂલાયેલું આ વધારાનું ભાડું રીતસરની આથક લૂંટ છે. શું તંત્ર પાસે રાત્રિના સમયે સેવા આપવા માટે કોઈ ઠોસ નીતિ નથી? કે પછી માત્ર મેચના બહાને તિજોરી ભરવાનો જ લક્ષ્યાંક હતો? આવા સવાલો સાથે ક્રિકેટ ચાહકોમાં મેટ્રો પ્રશાસન પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments