E-Paper
Tuesday, March 10, 2026
E-Paper
HomeBreaking NewsBREAKING NEWS : ગેસ, પેટ્રોલ-ડિઝલની સંગ્રહખોરી રોકવા ભારતમાં ESMA લાગુ

BREAKING NEWS : ગેસ, પેટ્રોલ-ડિઝલની સંગ્રહખોરી રોકવા ભારતમાં ESMA લાગુ

અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે વિશ્વભરમાં ઓઈલ અને ગેસની ખોટ સર્જાઈ છે. જેની અસર ભારત પર પણ પડી રહી છે. ભારત સરકારે ગેસ સિલિન્ડર બુક કરવાનો સમયગાળો વધારીને 25 દિવસનો કર્યો છે. જે બાદ હવે આખા દેશમાં ESMA કાયદો લાગુ કરવામાં આવ્યો છે.

ઘરેલુ ગેસ, પેટ્રોલ અને ડીઝલની પુરવઠો લોકોને મળી રહે તે માટે સરકારે સમગ્ર દેશમાં પેટ્રોલિયમ, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ તથા નેચરલ ગેસ માટે Essential Commodities Act લાગુ કર્યો છે.

આ કાયદાનો અર્થ શું છે?

  • પેટ્રોલ અને ગેસનો પુરવઠો કોઈ રોકી શકશે નહીં. સરકાર નક્કી કરશે કે ક્યાં અને કેટલો જથ્થો મોકલવો.
  • દરેક વિસ્તાર અને નાગરિકને સમાન રીતે ઈંધણ મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવશે.
  • જે વેપારીઓ કે એજન્સીઓ નફાખોરી કરવા માટે તેલ કે ગેસનો સ્ટોક કરશે, તેમની સામે ગુનો દાખલ થશે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments