રાજકોટ શહેરમાં પોલીસ વિભાગને શરમમાં મુકતી ઘટના સામે આવી છે. અગાઉ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક કોન્સ્ટેબલ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે.
રાજકોટ શહેરમાં પોલીસ વિભાગને શરમમાં મુકતી ઘટના સામે આવી છે. અગાઉ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક કોન્સ્ટેબલ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે.અમિતસિંગ પ્રભાતસિંગ ચૌહાણ નામના કોન્સ્ટેબલ વિરુદ્ધ યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.ફરિયાદ મુજબ પીડિતા અને આરોપી વચ્ચે સોશિયલ મીડિયાના માધ્યમથી પરિચય થયો હતો. ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા વધી હતી.

આ દરમિયાન આરોપીએ પોતે અવિવાહિત હોવાની વાત કહી યુવતીને લગ્ન કરવાની લાલચ આપી હતી.યુવતીનો આરોપ છે કે આરોપી કોન્સ્ટેબલે પરિણીત હોવાની હકીકત છુપાવી રાખી હતી અને લગ્ન કરવાની ખાતરી આપીને અનેક વખત તેના સાથે શારીરિક સંબંધ બનાવ્યા હતા.બાદમાં યુવતીને જાણવા મળ્યું કે આરોપી પહેલેથી જ પરિણીત છે.હકીકત બહાર આવતા યુવતીએ સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપી કોન્સ્ટેબલ અમિતસિંગ પ્રભાતસિંગ ચૌહાણ વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.હાલ સમગ્ર મામલે તપાસ ચાલુ હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.


