અંબાણી પરિવાર કોઇપણ પ્રસંગે હમેંશા એકસાથે જોવા મળે છે. ત્યારે મુંબઇમાં શરુ થયેલા રામેશ્વરમ કૈફેના આઉટલેટ પર પણ અંબાણી પરિવાર વાનગીઓની લિજ્જત માણતા જોવા મળ્યો હતો. અહીં મુકેશ અંબાણી, અંનત અને રાધિકા એકસાથે જોવા મળ્યા હતા. રામેશ્વરમ કૈફેમાં તેઓએ તેમની પસંદગીની સાઉથ ઇન્ડિયન ફૂડની મજા માણી હતી. અહીં અંબાણી પરિવાર સાદા વસ્ત્રોમાં જોવા મળ્યો હતો. તેમને જોવા માટે રામેશ્વરમ કૈફે બહાર લોકોની ભીડ એકત્ર થઇ હતી.

મુકેશ અંબાણી, અનંત અને રાધિકા ચર્ચગેટ વિસ્તારમાં આવેલા રામેશ્વરમ કૈફેના નવા આઉટલેટ પર પહોંચ્યા હતા. મુકેશ અંબાણીની મનપસંદ ડિશ ઇડલી-સાંભર છે. દર રવિવારે તેઓ દક્ષિણ ભારતીય ભોજન જમે છે. મુંબઇમાં પ્રખ્યાત સાઉથ ઇન્ડિયા ફૂડ અને ગુજરાતી ભોજનના રેસ્ટોરન્ટમાં તેઓ જમવાના શોખીન છે. મૈસૂર કૈફે અને સ્વાતિ સ્નેક્સ તેમના પસંદગીના રેસ્ટોરન્ટમાંના એક છે.
મુકેશ અંબાણીએ કાળા રંગની પેન્ટ અને બેજ રંગની સ્વેટ શર્ટ પહેરી હતી. તો અનંત અંબાણીએ નેવી બ્લૂ કલરની શર્ટની સાથે કાળા રંગની પેન્ટ અને બુટ પહેર્યા હતા. તો સાથે જ રાધિકાએ સફેદ રંગનો ફ્રોક પહેર્યો હતો. અને સાથે જ ગુલાબી રંગનો સ્ટોલ ખભા પર નાંખ્યો હતો. અંબાણી પરિવારની સાદગી જોવા માટે લોકોની ભીડ જમા થતી જોવા મળી હતી.


