E-Paper
Thursday, March 12, 2026
E-Paper
HomeGujaratGujarat : ઘરગથ્થુ એલપીજી બોટલના બુકિંગ માટે લોકોની ગેસ એજન્સીમાં દોડ

Gujarat : ઘરગથ્થુ એલપીજી બોટલના બુકિંગ માટે લોકોની ગેસ એજન્સીમાં દોડ

ખાડી યુધ્ધના કારણે ગેસ સપ્લાયની શોર્ટેજ સર્જાઇ છે. એલપીજી ગેસના બોટલોનો સ્ટોક કરવા તેના બુકિંગ માટે ગ્રાહકો દ્વારા ગેસ એજન્સી પર ધસારો વધ્યો છે આ સાથે જ પુરવઠા ખાતુ પણ સક્રિય થઇ ગયું છે અને એલપીજી સ્ટોકનો જથ્થો જાળવી રાખવા ઓઇલ કંપનીઓને સૂચના આપી છે.

ઉલ્લેખનીય છે કે યુધ્ધના કારણે ગેસ સપ્લાયને મોટી અસર પડી છે અને તેના કારણે ઔદ્યોગિક તેમજ કોમર્શિયલ ગેસની સપ્લાય પર કન્ટ્રોલ કરવામાં આવ્યો છે જ્યારે ઘરગથ્થુ ગેસની સપ્લાય પર કોઇ અસર નથી તેમ છતાં યુધ્ધના પગલે લોકોમાં ગભરાટ ફેલાયો હોવાથી ગેસના બોટલોનો સ્ટોક કરવા માટે આજે ગ્રાહકોએ ગેસ એજન્સીઓ તરફ દોડ લગાવી હતી.

એલપીજી ગેસના બોટલ માટે સરકારે બુકિંગની સમયમર્યાદામાં વધારો કરતા જ લોકોમાં પેનિક ફેલાયો છે અને આગળના દિવસોમાં તકલીફ સર્જાશે તેમ માની જેટલા બોટલો ઘરમાં એકત્ર થાય તે કરવા માટે દોડાદોડી કરવા લાગ્યા છે. ગેસ એજન્સીઓમાં કેટલાક સ્થળે ઓનલાઇન બુકિંગ સિસ્ટમ બંધ થતા જ લોકોએ સ્થળ પર જઇને બુકિંગ કરવા માટે આજીજી કરવી પડી હતી.દરમિયાન પુરવઠા વિભાગ દ્વારા આઇઓસીએલ, બીપીસીએલ અને એચપીસીએલના માર્કેટિંગ અધિકારીઓની એક મિટિંગ સવારે લેવામાં આવી હતી. આ બેઠકમાં ત્રણે કંપનીઓના અધિકારીઓએ બાંહેધરી આપી હતી કે ડોમેસ્ટીક એલપીજી બોટલનો પ્રશ્ન નથી આ જથ્થો પૂરતો ઉપલબ્ધ છે, માત્ર કોમર્શિયલ બોટલ પર કંન્ટ્રોલ કરાયો છે જેથી ભવિષ્યમાં પ્રશ્ન ના સર્જાય. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments