E-Paper
Wednesday, March 11, 2026
E-Paper
HomeBollywoodEntertainment : વિવાદો વચ્ચે પણ ધમાકેદાર કમાણી, 12 દિવસમાં જાણો કેટલા...

Entertainment : વિવાદો વચ્ચે પણ ધમાકેદાર કમાણી, 12 દિવસમાં જાણો કેટલા કરોડ કમાઈ

f”ધ કેરળ સ્ટોરી 2: ગોઝ બિયોન્ડ” 27 ફેબ્રુઆરી, 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ. ના મોટા સ્ટાર, ના કોઈ ધુરંધર છતાં આ ફિલ્મ રિલીઝ થયાના 12મા દિવસે પણ બોક્સઓફિસ પર ધમાલ મચાવી રહી છે. વિપુલ શાહ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ રિલીઝ થતા પહેલા અનેક વિવાદમાં સપડાઈ હતી. ફિલ્મને પ્રોપગેન્ડા, પ્રચારના આરોપો, કાનૂની લડાઈ તેમજ રાજકીય રીતે પણ અનેક વિરોધનો સામનો કરવો પડયો. મીડિયા અહેવાલ મુજબ આ ફિલ્મે ભારતમાં માત્ર 12 દિવસમાં અંદાજિત ₹40.61 કરોડની કમાણી કરવામાં સફળ રહી. જે તેની સફળતા બતાવે છે.

સિનેમાઘરમાં અત્યારે તાપસી પન્નુની ફિલ્મ “અસ્સી” અને શાહિદ કપૂરની “ઓ રોમિયો” કમાણી માટે સંઘર્ષ કરી રહી છે. અદિતી અરોરા અને વિપુલ શાહની “ધ કેરળ સ્ટોરી 2: ગોઝ બિયોન્ડ” આ બે મજબૂત કલાકારની ફિલ્મનો સામનો કરી રહી છે. અનેક વિવાદ બાદ પણ ધ કેરળ સ્ટોરી 2 સિનેમાઘરમાં રિલીઝ થઈ હતી. તેમાં રહેલ વિષયવસ્તુ વધુ વાસ્તવિક છે તે નિર્માતા દ્વારા દાવો કરાયો હતો. કોઈ મોટા સ્ટાર ના હોવા છતાં આ ફિલ્મ બીજા અઠવાડિયે બોક્સઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. બીજી કોઈ ફિલ્મ રિલીઝ ના થવાનો ફાયદો કેરળ સ્ટોરી 2 ને થઈ રહ્યો છે.

“ધ કેરળ સ્ટોરી 2” સની દેઓલની “બોર્ડર 2” પછી વર્ષની બીજી સૌથી સફળ ફિલ્મ બની છે. આ ફિલ્મ દરરોજ ₹1 કરોડ (આશરે $10 મિલિયન) થી વધુ કમાણી કરે છે. રિલીઝના બીજા અઠવાડિયામાં પણ, તે હજુ પણ પ્રભાવશાળી કલેક્શન કરી રહી છે. “ધ કેરળ સ્ટોરી 2” એ તેના પહેલા અઠવાડિયામાં ₹22.34 કરોડની કમાણી કરી હતી. ત્યારબાદ તેણે 8મા દિવસે ₹2.70 કરોડ, 9મા દિવસે ₹3.75 કરોડ, 10મા દિવસે ₹3.30 કરોડ અને 11મા દિવસે ₹1.95 કરોડની કમાણી કરી હતી. ‘ધ કેરળ સ્ટોરી 2’ એ તેની રિલીઝના 12મા દિવસે 2.12 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments