બોલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરા હંમેશા ચર્ચામાં જોવા મળે છે. મલાઈકા અરોરાના સોરાબ બેદીના એક વીડિયોએ અત્યારે સોશિયલ મીડિયામાં હલચલ મચાવી છે. આ વીડિયો બાદથી ચર્ચા શરૂ થઈ છે કે મલાઈકા અને સોરભ બેદી વચ્ચે અફેર છે. અભિનેત્રીએ અફેરની રૂમર પર મૌન તોડયું. મલાઈકાએ સ્પષ્ટતા કરી કે તે અને સોરબ ફક્ત મિત્રો છે.
મલાઈકા અરોરા અને સોરાબ બેદીનો એક વીડિયો અત્યારે વાયરલ થયો. જેમાં સોરાબે મલાઈકાને પોતાના હાથમાં પકડી રાખી હતી. તેઓ સાથે મસ્તી કરી રહ્યા હતા, ડાન્સ કરતી વખતે રીલ શૂટ કરી રહ્યા હતા. આ વીડિયોએ સોશિયલ મીડિયામાં ધમાલ મચાવી દીધી. વાયરલ વીડિયોમાં બંને કેમેસ્ટ્રી જોઈ યુઝર્સ બંને વચ્ચે અફેર હોવાનું અનુમાન લગાવ્યું. યુઝર્સે વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યું કે મલાઈકા તેનાથી નાની ઉંમરના હિરો સાથે રિલેશનમાં છે. સોરબ બેદી સાથેના રિલેશનને લઈને આખરે મલાઈકા અરોરાએ તેમના સંબંધને લઈને ખુલાસો કર્યો.

સોશિયલ મીડિયામાં અફેરની અફવા પર મલાઈકા અને સોરાબ બેદીએ સ્પષ્ટતા કરી. મલાઈકાએ અફેરની વાતને નકારી. જયારે સોરાબ બેદીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે તેઓ બંને સારા મિત્રો છે. આ સાથે તેણે મલાઈકાની પહેલી મુલાકાત પણ યાદ કરી. સોરાબે ખુલાસો કર્યો કે મોડેલિંગના દિવસોમાં, તેના માર્ગદર્શકો, ડેલનાઝ દારૂવાલા અને વાહબિઝ મહેતાએ તેને મલાઈકા સાથે પરિચય કરાવ્યો હતો. તેમના દ્વારા, તે તેના સામાજિક વર્તુળનો ભાગ બન્યો અને મલાઈકાની પાર્ટીઓમાં હાજરી આપવા લાગ્યો. બસ, આ જ રિલેશન છે અમારી વચ્ચે અફેર જેવું કંઈ નથી.
થોડા સમય પહેલા પણ મલાઈકા અરોરા તેના વીડિયોને કારણે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની હતી. આ વીડિયો બાદથી મલાઇકાના જીવનમાં કોઈ મિસ્ટ્રી મેનની એન્ટ્રી થયાની ચર્ચાએ જોર પકડયું છે. આ મિસ્ટ્રી મેન બિઝનેસ મેન હર્ષ મહેતા છે. જયારે બંનેએ વેલેન્ટાઈન ડે સેલિબ્રેશન કરતા ફોટો સોશિયલ મીડિયામાં શેર કરતાં બંને વચ્ચે રિલેશન હોવાની અટકળો વહેતી થઈ. બંનેમાંથી કોઈપણ દ્વારા આ મામલે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જયારે હાલમાં સોરબ બેદી સાથેના સંબંધને લઈને મલાઈકા ચર્ચામાં છે.


