ઘટનાની જાણ થતાં જ વન વિભાગના અધિકારીઓ અને વનકર્મીઓની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. વનકર્મીઓ દ્વારા આગને કાબૂમાં લેવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.ડાંગના જંગલ વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવતા વન વિભાગ ચિંતામાં મુકાયું છે. જિલ્લામાં આવેલા ચીખલી રેન્જના જંગલ વિસ્તારમાં અચાનક આગ ભભૂકી ઊઠતા આસપાસના વિસ્તારમાં ચિંતા ફેલાઈ ગઈ. મળતી માહિતી મુજબ દક્ષિણ વન વિભાગ હેઠળ આવતા ચીખલી રેન્જના જંગલ વિસ્તારમાં અચાનક આગ લાગી.
આગ લાગતા જ જંગલના સુકા પાન, ઝાડ અને ઝાડીઓમાં આગ ઝડપથી ફેલાવવા લાગી હતી. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પ્રાથમિક અનુમાન મુજબ તીવ્ર ગરમી અને સુકાં પાનના કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ વન વિભાગ દ્વારા તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

ઘટનાની જાણ થતાં જ વન વિભાગના અધિકારીઓ અને વનકર્મીઓની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. વનકર્મીઓ દ્વારા આગને કાબૂમાં લેવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આગ વધુ વિસ્તારોમાં ફેલાય નહીં તે માટે આસપાસના વિસ્તારમાં ફાયર લાઈન બનાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. વન વિભાગના કર્મચારીઓ દ્વારા હાજર રહેલા સાધનો અને અન્ય ઉપલબ્ધ સાધનોની મદદથી આગ બુઝાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સાથે સાથે આસપાસના ગામના લોકો પણ આગને કાબૂમાં લેવા માટે મદદરૂપ બન્યા હોવાનું જાણવા મળ્યું છે.
આગના કારણે જંગલ વિસ્તારમાં કેટલું નુકસાન થયું છે તેની ચોક્કસ માહિતી હજુ બહાર આવી નથી. પ્રાથમિક રીતે ઝાડ-ઝાડીઓ અને સુકાં પાનને નુકસાન પહોંચ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. વન વિભાગ દ્વારા આગ સંપૂર્ણપણે કંટ્રોલમાં આવે, ત્યારબાદ નુકસાનનું આકલન કરવામાં આવશે. વન વિભાગે લોકોને જંગલ વિસ્તારમાં સાવચેત રહેવા અને કોઈ પણ શંકાસ્પદ ઘટના જણાય તો તાત્કાલિક જાણ કરવા અપીલ કરી છે.


