E-Paper
Friday, March 13, 2026
E-Paper
HomeGujaratVadodara : સિવિલ જજની પરીક્ષામાં યુનિ.ની લો ફેકલ્ટીનો વિદ્યાર્થી રાજ્યમાં પ્રથમ

Vadodara : સિવિલ જજની પરીક્ષામાં યુનિ.ની લો ફેકલ્ટીનો વિદ્યાર્થી રાજ્યમાં પ્રથમ

સિવિલ જજ( જૂનિયર ડિવિઝન) માટે ગુજરાત જ્યુડિશિયલ સર્વિસ દ્વારા લેવાયેલી રાજ્યવ્યાપી પરીક્ષામાં એમ.એસ.યુનિવર્સિટીની લો ફેકલ્ટીના પૂર્વ અને વર્તમાન  વિદ્યાર્થીઓ ઝળકયા છે.

એમ.એસ.યુનિવર્સિટીના એલએલએમ પાર્ટ ૨ના વિદ્યાર્થી પ્રિયાંશ રાઠોડે આખા રાજ્યમાં પહેલો ક્રમ પ્રાપ્ત કર્યો છે તો અન્ય બે પૂર્વ  વિદ્યાર્થિનીઓ શ્રુતિ પાસી ૧૭મા  અને ધન્વી જોષી ૨૮મા ક્રમાંકે રહી છે.આ સ્ટુડન્ટસનું આજે વાઈસ ચાન્સલેર પ્રો.ભણગેના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, આ પરીક્ષા પ્રીલિમ, મેઈન અને ઈન્ટરવ્યૂ એમ ત્રણ તબક્કામાં લેવામાં આવે છે.લગભગ ૮૦૦૦ ઉમેદવારોએ પ્રીલિમ પરીક્ષા આપી હતી અને તેમાંથી મેઈન પરીક્ષા અને બાદમાં ઈન્ટરવ્યૂ માટે ઉમેદવારોને શોર્ટ લિસ્ટ કરાયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments