E-Paper
Thursday, March 12, 2026
E-Paper
HomeGujaratModasa : સાબરમતી CNG પંપ પાછળ જંગલ વિસ્તારમાં ભીષણ આગ, પંપ પર...

Modasa : સાબરમતી CNG પંપ પાછળ જંગલ વિસ્તારમાં ભીષણ આગ, પંપ પર અફરાતફરીનો માહોલ

મોડાસામાં જંગલ વિસ્તારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની જ્વાળાઓ CNG પંપ સુધી પહોંચવાની ભીતિને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.અરવલ્લી જિલ્લાના મોડાસામાં આજે એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં CNG પંપ પાછળ આવેલા જંગલ વિસ્તારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની જ્વાળાઓ CNG પંપ સુધી પહોંચવાની ભીતિને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આગની ઘટનાની ગંભીરતાને જોતા સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક અસરથી CNG પંપ બંધ કરી દેવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ત્રણ ટીમો ત્રણ વોટર બાઉઝર સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવવા અને તેને કાબૂમાં લેવાના પ્રયાસો યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યા છે.

જંગલ વિસ્તારમાં આગ જેવી ગંભીર ઘટના બની હોવા છતાં સ્થાનિક વન વિભાગને તેની જાણ પણ ન હોવાનું સામે આવતા વહીવટી તંત્રની મોટી બેદરકારી છતી થઈ છે. જંગલ વિસ્તાર હોવા છતાં વન વિભાગની ટીમ સમયસર ત્યાં પહોંચવામાં નિષ્ફળ રહેતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments