E-Paper
Thursday, March 12, 2026
E-Paper
HomeSportsSports : શિવમ દુબે એ પિતાને ગિફ્ટમાં આપ્યો T20 વર્લ્ડકપ વિજેતા મેડલ

Sports : શિવમ દુબે એ પિતાને ગિફ્ટમાં આપ્યો T20 વર્લ્ડકપ વિજેતા મેડલ

ભારતીય ટીમને T20 વર્લ્ડકપ 2026 જીતવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર ઓલરાઉન્ડર શિવમ દુબેનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે તેના પિતાને વિનિંગ મેડલ આપતો જોવા મળી રહ્યો છે.સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ક્રિકેટ ટીમે 8 માર્ચે યોજાયેલી ફાઈનલમાં ન્યુઝીલેન્ડને 96 રનથી હરાવીને T20 વર્લ્ડકપ 2026 જીત્યો હતો. આ ટુર્નામેન્ટમાં ઘણા ખેલાડીઓએ મહત્વપૂર્ણ ક્ષણોમાં પોતાના પ્રદર્શન દ્વારા ટીમ ઈન્ડિયાની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

આવું જ એક નામ બેટિંગ ઓલરાઉન્ડર શિવમ દુબેનું છે, જેને માત્ર બેટથી ફિનિશરની ભૂમિકા ખૂબ જ સારી રીતે ભજવી, આ સાથે બોલિંગમાં પણ પોતાનું ટેલેન્ટ બતાવ્યું. વર્લ્ડકપ જીત્યાના બીજા જ દિવસે શિવમ દુબે અમદાવાદથી સીધો મુંબઈ સ્થિત પોતાના ઘરે ગયો, ત્યારબાદ હવે તેમનો એક ખૂબ જ સુંદર વીડિયો સામે આવ્યો છે.

સતત 2 T20 વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાની ટીમનો ભાગ રહેલા શિવમ દુબેએ તેના પિતાને વિનિંગ મેડલ આપ્યો. મુંબઈ પરત ફર્યા પછી શિવમ દુબેએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં તે તેના પિતા સાથે જોવા મળે છે, જેને ટીમ ઈન્ડિયાની જર્સી પહેરી છે, અને તે મેડલ આપી રહ્યો છે.
શિવમ દુબેએ વીડિયોનું કેપ્શન આપ્યું છે “મારા જીવનનો રિયલ હીરો.” જ્યારે તે અમદાવાદથી ઘરે પરત ફરવાનો હતો, ત્યારે તેને ફ્લાઈટ મળી નહીં. તેને ટ્રેનમાં મુસાફરી કરવાનું નક્કી કર્યું. તેને થર્ડ-ટાયર ટિકિટ બુક કરાવી, પોતાનો ફેસ છુપાવ્યો અને પ્રસ્થાનના 5 મિનિટ પહેલા ટ્રેનમાં ચઢી ગયો, ઉપરની સીટ પર સૂઈ ગયો.

શિવમ દુબેના T20 વર્લ્ડ કપ 2026માં પ્રદર્શનમાં 9 મેચ રમી છે, જેમાં 8 ઈનિંગમાં બેટિંગ કરીને 39.16ની એવરેજથી 235 રન બનાવ્યા હતા, જેમાં 1 અડધી સદી અને 169.06નો સ્ટ્રાઈક રેટ હતો. બોલિંગ પ્રદર્શનની વાત કરીએ તો તેને 9 મેચમાં 5 ઈનિંગમાં 29.2ની એવરેજથી 5 વિકેટ લીધી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments