HomeBollywoodBollywood : 8 વર્ષ જૂની ચેટ લીક થતાં રશ્મિકા છંછેડાઈઃ કાનૂની પગલાંની...

Bollywood : 8 વર્ષ જૂની ચેટ લીક થતાં રશ્મિકા છંછેડાઈઃ કાનૂની પગલાંની ચિમકી

આઠ વર્ષ જૂની એક પ્રાઈવેટ ઓડિયો ચેટ વાયરલ થતાં રશ્મિકા મંદાના ભારે છંછેડાઈ છે. તેણે તમામ પ્લેટફોર્મ્સ, ઈન્ફ્લુએન્સર્સ તથા મીડિયાને ૨૪ કલાકમાં આ આ ઓડિયો ચેટ ડિલીટ નહિ કરે તો કાનૂની પગલાંની ચિમકી આપી છે.

આ ઓડિયો ચેટમાં રશ્મિકાનાં માતા સુમન મંદાના અગાઉ રક્ષિત શેટ્ટી સાથે સગાઈ વખતે રશ્મિકાને કેટલો ત્રાસ વેઠવો પડયો હતો તેની વાત કરી રહ્યાં હોવાનું કહેવાય છે.

હજુ ગત મહિને વિજય દેવરકોંડા સાથે લગ્ન કરનારી રશ્મિકાએ એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે કેટલાક લોકો દ્વારા છેલ્લાં કેટલાંય વર્ષોથી તેની સતત સતામણી કરવામાં આવી રહી છે. મારા પર ટાર્ગેટેડ એટેક થઈ રહ્યા છે અને મારા શબ્દોને ખોટી રીતે ટાંકવામાં આવી રહ્યા છે. હું આ બધા વિશે ક્યારેય નથી બોલી કારણ કે તેનાથી એ અપપ્રચાર અને ધૃણાસ્પદ વાતોને જ વધારે ફેલાવો મળે તેમ છે.હું સમજું છું કે જાહેર જીવનમમાં હોવાને કારણે ક્યારેક બિનઈચ્છનીય ટીકાટિપ્પણીઓ વેઠવી પડતી હોય છે તેમ છતાં આ તમામ બાબતો વિશે મૌન સેવવું જ મેં ઉચિત માન્યું છે. મને હતું કે સમય જતાં આ બધું થાળે પડી જશે. પરંતુ, હવે કેટલાક લોકોએ હદ ઓળંગી દીધી છે. જાણ કે સંમતિ વિના રેકોર્ડ કરી લેવાયેલી આઠ વર્ષ જૂની વાતચીતને કાપીકૂપીને જુદા સંદર્ભમાં રજૂ કરવામાં આવી રહી છે. તાજેતરમાં મારાં લગ્ન થયા બાદ આવી હરકત થઈ રહી છે. આ મારી પ્રાઈવસી પર તરાપ છે. જે લોકોને કશું લાગતું વળગતું નથી કે મારી સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો છે તેમને પણ બિનજરુરી ઘસડવામાં આવી રહ્યા છે. જ્યાં સુધી મારા પર વ્યક્તિગત પ્રહારો થયા ત્યાં સુધી હું ચૂપ રહી હતી પરંતુ હવે અન્ય લોકોને ઘસડવામાં આવી રહ્યા છે ત્યારે હું મૌન રહી શકું નહીં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments