HomeGujaratAhmedabadAhmedabad : એરપોર્ટ પર લાખોનું વિદેશી ચલણ ઝડપાયું, CISFની સતર્કતાથી 64.56 લાખના...

Ahmedabad : એરપોર્ટ પર લાખોનું વિદેશી ચલણ ઝડપાયું, CISFની સતર્કતાથી 64.56 લાખના અમેરિકન ડોલરની દાણચોરીનો પ્રયાસ નિષ્ફળ

અમદાવાદ એરપોર્ટ પર બે મુસાફરો પાસેથી અંદાજે 64.56 લાખ રૂપિયાની કિંમતનું અમેરિકન ડોલર (USD) વિદેશી ચલણ મળી આવતા ખળભળાટ મચી ગયો છે.અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓએ એક મોટી દાણચોરીની ઘટનાને પકડી પાડી છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ દ્વારા પ્રસ્થાન કરી રહેલા બે મુસાફરો પાસેથી અંદાજે 64.56 લાખ રૂપિયાની કિંમતનું અમેરિકન ડોલર (USD) વિદેશી ચલણ મળી આવતા ખળભળાટ મચી ગયો છે.

મળતી માહિતી મુજબ, એરપોર્ટ પર સુરક્ષામાં તૈનાત CISFના જવાનો જ્યારે મુસાફરોની તપાસ કરી રહ્યા હતા, ત્યારે આંતરરાષ્ટ્રીય પ્રસ્થાન ટર્મિનલ પર બે મુસાફરોની હિલચાલ શંકાસ્પદ જણાતા તેમને અટકાવવામાં આવ્યા હતા. તેમના હેન્ડ બેગેજની ઝીણવટભરી તપાસ દરમિયાન અંદર સંતાડેલું વિદેશી ચલણ મળી આવ્યું હતું. CISF દ્વારા તાત્કાલિક અસરથી આ ચલણને કબજે કરવામાં આવ્યું હતું.

પકડાયેલા મુસાફરો પાસેથી જપ્ત કરવામાં આવેલી વિદેશી ચલણની રકમ આંતરરાષ્ટ્રીય બજારમાં 64.56 લાખ રૂપિયા જેટલી થાય છે. CISF દ્વારા ત્વરિત કાર્યવાહી કરતા કસ્ટમ્સ વિભાગને આ અંગે જાણ કરવામાં આવી હતી. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ મુસાફરો અને જપ્ત કરવામાં આવેલી વિદેશી ચલણની રોકડને કસ્ટમ્સ વિભાગને સોંપવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments