HomeGujaratNavsari : અકસ્માત સર્જી માનવતા નેવે મૂકી, કારચાલકે ઇજાગ્રસ્ત યુવકને મદદ...

Navsari : અકસ્માત સર્જી માનવતા નેવે મૂકી, કારચાલકે ઇજાગ્રસ્ત યુવકને મદદ કરવાને બદલે ફટકાર્યો

નવસારી શહેરના છાપરા રોડ પર રવિવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક વેગનઆર કારચાલકે મોપેડ સવાર યુવકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે યુવક રોડ પર પટકાયો હતો, પરંતુ નવાઈની વાત એ છે કે મદદ કરવાને બદલે કારચાલકે યુવક સાથે મારામારી કરી લૂંટ ચલાવી હોવાનો આક્ષેપ થયો છે.

ઘટનાની મળતી માહિતી અનુસાર, છાપરા રોડ પરથી પસાર થઈ રહેલી વેગનઆર કારના ચાલક સાથે વળાંકમાં અચાનક મોપેડે ટક્કર મારી હતી. ટક્કર વાગતા જ યુવક હવામાં ફંગોળાઈને રોડ પર પટકાયો હતો. સદનસીબે, કારનું પાછળનું ટાયર યુવકના માથા પરથી પસાર થતા રહી ગયું હતું, જેના કારણે તેનો આબાદ બચાવ થયો હતો. જોકે, પડવાને કારણે તેને માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.

સામાન્ય રીતે અકસ્માત બાદ લોકો મદદ માટે દોડતા હોય છે, પરંતુ અહીં કારચાલકે ઉદ્ધતાઈની હદ વટાવી દીધી હતી. ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ પહોંચાડવાને બદલે કારચાલકે તેની સાથે મારપીટ શરૂ કરી દીધી હતી. આટલું જ નહીં, યુવકનું પર્સ અને મોબાઈલ ફોન પણ ઝૂંટવી લીધા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.

સમગ્ર અકસ્માત અને ત્યારબાદ થયેલી ઝપાઝપીની ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે આ મામલે વાયરલ વીડિયોના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments