HomeGujaratVadodaraVadodara : વડોદરાના કરજણમાં 7 વર્ષ પછી કરજણ-ડભોઈ ટ્રેન શરૂ, લીલીઝંડી...

Vadodara : વડોદરાના કરજણમાં 7 વર્ષ પછી કરજણ-ડભોઈ ટ્રેન શરૂ, લીલીઝંડી આપી સાંસદે અને ધારાસભ્યએ ટ્રેનને કરી રવાના

વડોદરાના કરજણમાં આજથી કરજણ-ડભોઈ પેસેન્જર ટ્રેન શરૂ કરવામાં આવી છે અને 7 વર્ષ પછી આ ટ્રેન શરૂ કરવામાં આવતા સ્થાનિકો અને ટ્રેનમાં લોકલ મુસાફરી કરતા મુસાફરોમાં ખુશીની લાગણી જોવા મળી છે.વડોદરામાં કરજણ ડભોઈ પેસેન્જર ટ્રેન આજથી શરૂ કરવામાં આવી છે અને 7 વર્ષ પછી કરજણ ડભોઈ ટ્રેન શરૂ કરવામાં આવી છે, નેરોગેજનું બ્રોડગેજમાં રૂપાંતર કરી ટ્રેનને લીલીઝંડી આપવામાં આવી છે, ગાયકવાડના શાસનમાં શરૂ થયેલ ડભોઇ મિયાગામ રેલવે સ્ટેશનથી આ ટ્રેનની શરૂઆત કરવામાં આવી છે.

આજે સવારે 10:00 વાગ્યે ડભોઈ રેલવે સ્ટેશન પરથી મિયાગામ કરજણ માટે પ્રથમ ટ્રેન રવાના થઈ હતી. આ નવી શરૂઆતને વધાવવા માટે મિયાગામ કરજણ અને ડભોઇ એમ બંને રેલવે સ્ટેશનો પર વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ. મિયાગામ કરજણ રેલવે સ્ટેશન પર ભરૂચના સાંસદ અને અન્ય જનપ્રતિનિધિઓ ટ્રેનને લીલીઝંડી આપી ટ્રેન પ્રસ્થાન કરાવી હતી. જ્યારે, ડભોઈ રેલવે સ્ટેશન ખાતે યોજાનારા કાર્યક્રમમાં છોટાઉદેપુરના સાંસદ અને સ્થાનિક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા, અને ટ્રેનને મિયાગામ કરજણ તરફ રવાના કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments