HomeGujaratVadodaraVadodara : કોયલીના મકાનમાં રાત્રે ભજનના કાર્યક્રમ દરમિયાન ગેસ સિલિન્ડર લીકેજ થતા...

Vadodara : કોયલીના મકાનમાં રાત્રે ભજનના કાર્યક્રમ દરમિયાન ગેસ સિલિન્ડર લીકેજ થતા આગ, 5 દાઝ્યા

વડોદરાના કોયલી વિસ્તારમાં ગઈ રાત્રે એક મકાનમાં ભજનનો કાર્યક્રમ ચાલતો હતો તે દરમિયાન ગેસ સિલિન્ડર જ થતા આગ લાગવાથી પાંચ જણા દાઝ્યા હતા. વડોદરા ફાયર બ્રિગેડે આસપાસના મકાનોને બચાવી લીધા હતા.કોયલીની ઇન્દિરા નગર વસાહતમાં એક મકાનમાં ગઈકાલે રાત્રે ભજન કીર્તનનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો તે દરમિયાન ચા-નાસ્તો કરતી વખતે ગેસ સિલિન્ડર લીકેજ થતા ભડકો થયો હતો. આ સાથે જ સિલિન્ડર આડો પડી ગયો હતો અને ઘરવખરી લપેટાઈ હતી. જેને પગલે ભારે અફરાતફરી સર્જાઇ હતી.

આ દરમિયાન પાંચ જણા દાઝી ગયા હતા. જેમને તરત જ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. વડોદરા ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચી ત્યારે આખું કાચું મકાન આગમાં લપેટાઈ ચૂક્યું હતું અને આ બાજુના મકાન સુધી પહોંચી હતી. ફાયર બ્રિગેડના ઓફિસર મનોજ સીતાપરા ની આગેવાની હેઠળ બે ટીમોએ આસપાસના મકાનોમાં આ પ્રસરતી અટકાવી આગ કાબુમાં લીધી હતી.

બનાવના સ્થળે પોલીસ પણ આવી ગઈ હતી અને વિગતો મેળવી હતી. ઇજાગ્રસ્તોમાં (1) સોલંકી અર્જુનભાઈ અમરશીભાઈ-ઉ.વ.35, (2) ચૌહાણ અમિત ચંદુભાઈ (30), (3) ચૌહાણ ધર્મેન્દ્રસિંહ (34), (4) ચૌહાણ સુનિલ મહેન્દ્રભાઈ (28) અને (5) ચૌહાણ ભાવેશ ભગાભાઈ (૩૨) નો સમાવેશ થાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments