HomeGujaratAhmedabadAhmedabad : નરોડામાં કન્ટેનરમાંથી 1.28 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો, હરિયાણાથી અસલાલી જતો...

Ahmedabad : નરોડામાં કન્ટેનરમાંથી 1.28 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો, હરિયાણાથી અસલાલી જતો જથ્થો પકડાયો

અમદાવાદ શહેર પોલીસની PCB નાના ચીલોડા પાસે આવેલા એક સુતરના કારખાના નજીકથી વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું છે. આ દરોડામાં અંદાજે 1,28,22,634 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

અમદાવાદ શહેર પોલીસની પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ (PCB) એ નરોડા વિસ્તારમાં દારૂના કૌભાંડ પર મોટો પ્રહાર કર્યો છે. બાતમીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં પોલીસે નાના ચીલોડા પાસે આવેલા એક સુતરના કારખાના નજીકથી વિદેશી દારૂનો જંગી જથ્થો ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું છે. આ દરોડામાં અંદાજે ₹1,28,22,634 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

PCBની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે એક મોટા કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો શહેરની બહારથી ઘુસાડવામાં આવી રહ્યો છે. પોલીસે નાના ચીલોડા વિસ્તારમાં વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ કન્ટેનરને અટકાવ્યું હતું. તપાસ કરતા કન્ટેનરમાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ દારૂનો જથ્થો હરિયાણાથી અસલાલી તરફ લઈ જવામાં આવી રહ્યો હતો.

પોલીસે કન્ટેનરના ડ્રાઈવરની અટકાયત કરી છે અને તેની પૂછપરછ હાથ ધરી છે. આ દારૂ કોણે મંગાવ્યો હતો અને તેના મુખ્ય સૂત્રધારો કોણ છે, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. કુલ ₹1.28 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments