HomeGujaratSuratSurat : દોઢ કરોડના પાર્સલનો બારોબાર વહીવટ કરનાર ડિલિવરી બોયઝની ટોળકી જેલના...

Surat : દોઢ કરોડના પાર્સલનો બારોબાર વહીવટ કરનાર ડિલિવરી બોયઝની ટોળકી જેલના સળિયા પાછળ, 12 હજારથી વધુ પાર્સલ વેચી માર્યા

સુરતમાં લિંબાયત પોલીસે 1.46 કરોડના પાર્સલ બારોબાર વેચી મારનાર ડિલિવરી બોયઝની ગેંગને ઝડપી પાડી છે. 12,000 થી વધુ પાર્સલ સસ્તા ભાવે વેચી વિશ્વાસઘાત કર્યો હતો.

સુરતના લિંબાયત વિસ્તારમાં એક ચોંકાવનારું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે, જેમાં ગ્રાહકો સુધી પહોંચાડવાના લાખોની કિંમતના પાર્સલ ડિલિવરી બોયઝે બારોબાર વેચી મારી વિશ્વાસઘાત કર્યો છે. લિંબાયત પોલીસે આ મામલે સઘન તપાસ હાથ ધરીને ત્રણ રીઢા આરોપીઓની ધરપકડ કરી છે, જેમણે કુલ રૂપિયા 1,46,45,919 (દોઢ કરોડ) ની કિંમતના પાર્સલ સગેવગે કર્યા હતા.

મળતી માહિતી મુજબ, આ ડિલિવરી બોયઝની ગેંગે કંપની અને ફરિયાદીની જાણ બહાર લાખોની કિંમતના માલસામાન પર હાથ સાફ કર્યો હતો. આરોપીઓએ કુલ 12,966 જેટલા પાર્સલ જે ગ્રાહકોને પહોંચાડવાના હતા, તે ગ્રાહકો સુધી પહોંચાડવાને બદલે અન્ય લોકોને અત્યંત સસ્તા ભાવે વેચી દીધા હતા. આ રીતે આરોપીઓએ કંપની સાથે મોટો વિશ્વાસઘાત કર્યો હતો.

જ્યારે કંપનીને આટલી મોટી સંખ્યામાં પાર્સલ ગાયબ હોવાની જાણ થઈ, ત્યારે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આ ગેંગના ત્રણ સભ્યોને ઝડપી પાડ્યા છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ કૌભાંડમાં અન્ય કોઈ મોટા માથાઓ સામેલ છે કે કેમ અને આ સસ્તો માલ ખરીદનાર લોકો કોણ હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments