HomeBollywoodEntertainment : નોરા ફતેહી અને સંજય દત્તના અશ્લીલ સોન્ગ સામે કડક કાર્યવાહી,...

Entertainment : નોરા ફતેહી અને સંજય દત્તના અશ્લીલ સોન્ગ સામે કડક કાર્યવાહી, ‘સરકે ચુનર તેરી’નું હિન્દી વર્ઝન યુટ્યુબ પરથી હટાવાયું

ફિલ્મ જગત અને સોશિયલ મીડિયા પર હાલમાં નોરા ફતેહી અને સંજય દત્તનું ગીત ‘સરકે ચુનાર તેરી’ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. જોકે, આ ચર્ચા લોકપ્રિયતાને કારણે નહીં પણ તેમાં રહેલી અશ્લીલ સામગ્રી અને તેના વિરોધને કારણે છે

ફિલ્મ જગત અને સોશિયલ મીડિયા પર હાલમાં નોરા ફતેહી અને સંજય દત્તનું ગીત ‘સરકે ચુનાર તેરી’ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. જોકે, આ ચર્ચા લોકપ્રિયતાને કારણે નહીં પણ તેમાં રહેલી અશ્લીલ સામગ્રી અને તેના વિરોધને કારણે છે. ભારે ટીકા અને કાયદેસરની કાર્યવાહી બાદ, નિર્માતાઓએ આ ગીતનું હિન્દી વર્ઝન તમામ સત્તાવાર પ્લેટફોર્મ પરથી હટાવી દીધું છે.

સંજય દત્તની આગામી ફિલ્મ ‘કેડી – ધ ડેવિલ’ ના આ આઇટમ સોંગમાં નોરા ફતેહીના ડાન્સ સ્ટેપ્સ અને ગીતના શબ્દોને અત્યંત અભદ્ર ગણાવવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC) એ આ મામલે ગંભીરતા દાખવીને નોટિસ જારી કરી છે. એક સામાજિક કાર્યકર અને વકીલે દિલ્હી પોલીસ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી કે આ ગીત જાતીયતાને પ્રોત્સાહન આપે છે અને તેની યુવા પેઢી પર નકારાત્મક અસર પડી શકે છે.

રસપ્રદ વાત એ છે કે, 16 માર્ચ 2026 સુધી યુટ્યુબ પર ધૂમ મચાવનાર આ ગીતનું માત્ર ‘હિન્દી’ વર્ઝન જ હટાવવામાં આવ્યું છે. જ્યારે કન્નડ, તમિલ, તેલુગુ અને મલયાલમ જેવી અન્ય દક્ષિણ ભારતીય ભાષાઓમાં આ ગીત હજુ પણ ઉપલબ્ધ છે. આ ભેદભાવભરી કાર્યવાહી સામે પણ લોકો સવાલો ઉઠાવી રહ્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) માં પણ આ ગીતના ગીતકાર, નિર્દેશક અને સંગીતકાર સામે કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.

માત્ર સામાન્ય જનતા જ નહીં, પણ મનોરંજન અને રમતજગતના દિગ્ગજોએ પણ આ ગીતની આકરી ટીકા કરી છે. જાણીતા ગાયક અરમાન મલિકે કહ્યું કે આ પ્રકારના ગીતો સંગીત અને ગીતલેખનનું સ્તર નીચું લાવે છે. પૂર્વ ક્રિકેટર હરભજન સિંહે પણ સોશિયલ મીડિયા પર આ ગીતને ટ્રોલ કર્યું હતું.

આટલો મોટો વિવાદ ઊભો થયો હોવા છતાં, હજુ સુધી સંજય દત્ત કે નોરા ફતેહી તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. જોકે, નોરાએ સાવચેતીના પગલે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ ગીતના પ્રમોશનલ વીડિયો દૂર કરી દીધા છે. અત્યારે યુટ્યુબ પર આ ગીત સર્ચ કરતા “કન્ટેન્ટ અનએવેલેબલ” નો મેસેજ જોવા મળે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments