ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાએ તેમના બીજા પુત્ર, કાજુનો ચહેરો રિવીલ કર્યો છે. તેના વ્લોગમાં, આ કપલે તેમના પુત્ર કાજુનો ચહેરો રિવીલ કર્યો છે.
લોકપ્રિય હાસ્ય કલાકાર ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાએ આખરે તેમના નાના દીકરા યશવીર સિંહનો ચહેરો દુનિયા સામે રજૂ કર્યો છે. ભારતી પ્રેમથી તેના વહાલા દીકરાને ‘કાજુ’ કહીને બોલાવે છે. છેલ્લા ત્રણ મહિનાથી ફેન્સ આ ક્ષણની ખૂબ જ ઉત્તેજના સાથે રાહ જોઈ રહ્યા હતા. ભારતીએ તેના નવા વ્લોગ દ્વારા કાજુની પહેલી ઝલક બતાવીને સૌને ચોંકાવી દીધા છે. આ નાનકડા મહેમાનનો માસૂમ ચહેરો જોઈને સોશિયલ મીડિયા પર પ્રેમનો વરસાદ થઈ રહ્યો છે. અનેક લોકોનું માનવું છે કે કાજુ બિલકુલ તેના પિતા હર્ષ જેવો જ દેખાય છે.
ભારતી સિંહે 19 ડિસેમ્બર, 2025ના રોજ પોતાના બીજા પુત્ર કાજુને જન્મ આપ્યો. તેણે હજુ સુધી પોતાના પુત્રનો ચહેરો રિવીલ કર્યો ન હતો. જોકે, હવે આ કપલે રાહનો અંત લાવીને ગોલાના નાના ભાઈનો ચહેરો રિવીલ કર્યો છે. આ કપલે પહેલી વાર વ્લોગ દ્વારા પોતાના ફેન્સ સાથે પોતાના નાના પુત્રની ઝલક શેર કરી છે.

ગઈકાલે ભારતી અને હર્ષે ‘મીટ અવર કાજુ’ નામનો એક ખાસ વ્લોગ રજૂ કર્યો હતો, જેમાં તેઓએ પ્રથમ વખત તેમના પુત્ર યશવીરનો ચહેરો દુનિયા સમક્ષ રજૂ કર્યો છે. આ વીડિયોની શરૂઆતમાં ભારતીએ ખૂબ જ સુંદર રીતે ગુલાબની પાંખડીઓ વડે યશવીરનો ચહેરો ઢાંકી રાખ્યો હતો. ત્યારબાદ ધીરે ધીરે આ પાંખડીઓ હટાવતા જ પારણામાં સૂતેલા નાનકડા યશવીરની સુંદર ઝલક જોવા મળી હતી. આ મનમોહક દ્રશ્યોએ ફેન્સના દિલ જીતી લીધા છે. વ્લોગ દરમિયાન ભારતીએ તેના ફેન્સને એક પ્રશ્ન પણ પૂછ્યો હતો કે, યશવીરનો ચહેરો કોના જેવો દેખાય છે?
Bharti Singh (1)
કાજુને જોતા જ ફેન્સે તેના પર ભરપૂર પ્રેમ વરસાવ્યો હતો. ઘણા લોકોએ પોતાની પ્રતિક્રિયા આપતાં કહ્યું કે તે બિલકુલ તેના પિતા હર્ષ જેવો દેખાય છે. એક ફેને લખ્યું કે કાજુનો ચહેરો હર્ષ અને તેના દાદા બંને સાથે ખૂબ મળતો આવે છે. અન્ય એક ફેને કહ્યું કે કાજુ તો હર્ષની બરાબર નકલ છે. ત્રીજા ફેને લખ્યું કે કાજુ ભારતી જેવો દેખાય છે, જ્યારે કાજુ હર્ષ જેવો લાગે છે. જોકે, હર્ષે પોતે વીડિયોમાં કહ્યું હતું કે તેના મત મુજબ કાજુ વધુ ભારતી જેવો દેખાય છે.
ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયા એક કોમેડી શોના સેટ પર મળ્યા હતા. લાંબા સમય સુધી ડેટિંગ કર્યા પછી, તેમણે 3 ડિસેમ્બર, 2017ના રોજ લગ્ન કર્યા. ત્યારબાદ, 2022માં તેમણે પોતાના પહેલા પુત્ર લક્ષ્યનો સ્વાગત કર્યું, જેને ગોલા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમના બીજા પુત્ર યશવીરનો જન્મ 19 ડિસેમ્બર, 2025ના રોજ થયો, જેને કાજુ તરીકે ઓળખવામાં આવે છે.


