HomeGujaratDeesa : હીરા બજારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, 929 લિટર શંકાસ્પદ...

Deesa : હીરા બજારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, 929 લિટર શંકાસ્પદ ઘી ઝડપાયું

ડીસાના હીરા બજાર વિસ્તારમાં આવેલી એક દુકાનમાં શંકાસ્પદ ઘીનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે આરોગ્ય વિભાગે દરોડા પાડી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસામાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં તત્વો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ડીસાના હીરા બજાર વિસ્તારમાં આવેલી એક દુકાનમાં શંકાસ્પદ ઘીનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે આરોગ્ય વિભાગે દરોડા પાડી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

તપાસ દરમિયાન હીરા બજારની દુકાનમાંથી ‘હાસ્ય’, ‘ગૌરસ’ અને ‘જયમુલ’ જેવી જાણીતી લાગે તેવી બ્રાન્ડના નામે પેકિંગ કરેલું શંકાસ્પદ ઘી મળી આવ્યું હતું. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કુલ 929 લિટર શંકાસ્પદ ઘી સીલ કર્યું છે, જેની અંદાજિત કિંમત 6,14,995 રૂપિયા જેટલી થાય છે. આ ઘી શુદ્ધ છે કે ભેળસેળિયું તે જાણવા માટે વિભાગે સેમ્પલ લઈને લેબોરેટરી પરીક્ષણ અર્થે મોકલી આપ્યા છે.

દરોડા દરમિયાન અધિકારીઓને 1.40 લાખ રૂપિયાની કિંમતનો એવો જથ્થો પણ મળી આવ્યો હતો જેની એક્સપાયરી ડેટ પૂરી થઈ ગઈ હતી. આરોગ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે તેવા આ જથ્થાનો અધિકારીઓએ સ્થળ પર જ નાશ કરાવ્યો હતો. ડીસામાં આટલા મોટા પાયે શંકાસ્પદ ઘી ઝડપાતા અન્ય વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ સંબંધિત વેપારી સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments