HomeWorldWorld : હોર્મુઝમાં ટ્રમ્પે હાર સ્વીકારી? કહ્યું- જેમના જહાજ હોય તે દેશ...

World : હોર્મુઝમાં ટ્રમ્પે હાર સ્વીકારી? કહ્યું- જેમના જહાજ હોય તે દેશ રક્ષા કરે, જરૂર પડે તો મદદ કરીશ

ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભયાનક યુદ્ધને કારણે સમગ્ર વિશ્વ અત્યારે ગંભીર ઉર્જા સંકટનો સામનો કરી રહ્યું છે. મધ્ય પૂર્વ (West Asia) માં ત્રાહિમામ પોકારી ઉઠ્યો છે અને ખાડી દેશોમાં હડકંપ મચેલો છે. તેલ અને ગેસના પ્લાન્ટ્સ હવે સુરક્ષિત નથી, અને ભારત સહિત અનેક દેશોમાં ઇંધણની અછત વર્તાવા લાગી છે. આ મહાસંકટ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક એવું નિવેદન આપ્યું છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે અમેરિકાએ ઈરાન સામે ઘૂંટણ ટેકી દીધા છે.

ડોનાલ્ડ ટ્રમ્પ, જેઓ અત્યાર સુધી ઈરાનને ખતમ કરવાની મોટી-મોટી વાતો કરી રહ્યા હતા, તેમણે હવે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને મુક્ત કરાવવાની જવાબદારી લેવાનો ઇનકાર કરી દીધો છે. ટ્રમ્પના આ નિવેદનને ઈરાન સામે અમેરિકાની મોટી હાર અને સરન્ડર તરીકે જોવામાં આવે છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં ટ્રમ્પે સ્પષ્ટ કહી દીધું કે, હોર્મુઝ સ્ટ્રેટને ગાર્ડ અને પોલીસ કરવાની જવાબદારી તે દેશોની છે જેઓ તેનો ઉપયોગ કરે છે. અમેરિકા તેનો ઉપયોગ કરતું નથી. જો આ દેશો પ્રયાસ કરશે તો અમે તેમને મદદ કરીશું, પરંતુ ઈરાનનો ખતરો ખતમ થયા પછી તેની જરૂર ન હોવી જોઈએ.”

અત્યાર સુધી અમેરિકા દાવો કરતું હતું કે, તેણે ઈરાનની નેવી, એરફોર્સ અને એન્ટી-એરક્રાફ્ટ સિસ્ટમને નષ્ટ કરી દીધી છે. પરંતુ હકીકત એ છે કે હોર્મુઝ સ્ટ્રેટ હજુ પણ ઈરાનની માઈન્સ, ડ્રોન્સ અને મિસાઈલોથી બંધ છે. ટ્રમ્પે ચીન, જાપાન, ફ્રાન્સ, બ્રિટન અને દક્ષિણ કોરિયા જેવા સાથી દેશોને હોર્મુઝમાં વોરશિપ મોકલવા વિનંતી કરી હતી. પરંતુ ઈરાનના ડરથી કોઈ તૈયાર ન થયું.

નાટોએ પણ સહકાર આપવાનો ઇનકાર કરી દીધો, જેનાથી નારાજ ટ્રમ્પે નાટો સહયોગીઓને ‘કાયર’ સુધી કહી દીધા હતા. ઉપરાંત નાટોને અમેરિકા વગર નખ વગરનો વાઘ ગણાવ્યો હતો. ફ્રાન્સ, જાપાન અને જર્મની જેવા દેશો હોર્મુઝમાંથી સુરક્ષિત રસ્તો ઈચ્છતા હતા, પરંતુ તેમણે સીઝફાયરની શરત મૂકી, જેના માટે ટ્રમ્પ તૈયાર નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments