HomeBollywoodEntertainment : TV પર નાગિનોને રોકેટ લોન્ચ કરતા જોઈ દર્શકોના માથા ચકરાયા,...

Entertainment : TV પર નાગિનોને રોકેટ લોન્ચ કરતા જોઈ દર્શકોના માથા ચકરાયા, સોશિયલ મીડિયા પર યુઝર્સે ઉડાવી મજાક!

એકતા કપૂરનો શો નાગિન 7 જ્યારથી શરૂ થયો છે, ત્યારથી આ શો કોઈને કોઈ કારણસર લાઈમલાઈટમાં રહે છે. લેટેસ્ટ એપિસોડમાં તો મેકર્સે હદ જ કરી નાખી છે.એકતા કપૂરના શો નાગિન 7 નો એક સીન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ ક્લિપમાં દેશભક્તિ સાથેના આ કોમ્બિનેશને બધાનું ધ્યાન ખેંચી લીધું છે. વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા પર ફેન્સ જોરદાર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નાગિન 7ના લેટેસ્ટ એપિસોડમાં જોવા મળ્યું કે નાગિનો પોતાના માનવ સ્વરૂપમાં રોકેટને લોન્ચ થતું જુએ છે. સાથે જ રોકેટ લોન્ચ થયા બાદ તેને સલામી પણ આપે છે. વળી, બેકગ્રાઉન્ડમાં વંદે માતરમની ધૂન સાંભળવા મળે છે. આ પ્રકારનો સીન પહેલા ક્યારેય બતાવવામાં આવ્યો નહોતો.જોકે, એકતા કપૂરના શો નાગિનમાં અવારનવાર કંઈક એવું બતાવવામાં આવે છે જે લોકોના દિલ પર છાપ છોડી જાય છે. કેટલાક લોકોને આ સીન મજેદાર લાગ્યો તો કેટલાકને ખૂબ જ અજીબ લાગ્યો. વાયરલ ક્લિપ જોયા પછી મોટાભાગના લોકો તો મજાક ઉડાવતા જ જોવા મળ્યા હતા.

સોશિયલ મીડિયા યુઝર્સ શોના મેકર્સ વિશે પણ વાતો કરી રહ્યા છે. એક યુઝરે તો રિએક્શન આપતા લખ્યું- આ કોઈ બોલીવુડની ફિલ્મના સીન જેવું છે. બીજા યુઝરે લખ્યું- આ નાગિનોએ ઇતિહાસ બદલી નાખ્યો. વળી, અન્ય એક યુઝરે કહ્યું- આ નાગિનોને બોર્ડર પર મોકલી દો.

એકતા કપૂરના શો નાગિનના અત્યાર સુધી 7 સીઝન આવી ચૂકી છે. પહેલી 6 સીઝનોને ફેન્સે ખૂબ પસંદ કરી હતી. વળી, નાગિન 7માં પ્રિયંકા ચહર ચૌધરીને નાગિનના કેરેક્ટરમાં જોવામાં આવી રહી છે. નાગિનની ભૂમિકામાં પ્રિયંકાને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આ પહેલા પણ છ સીઝનોમાં જે-જે એક્ટ્રેસીસે નાગિનની ભૂમિકા ભજવી હતી તેમને ખૂબ પસંદ કરવામાં આવી હતી. નાગિન 6 પછી તેજસ્વી પ્રકાશની પોપ્યુલારિટી અને પણ વધારે વધી ગઈ. તેણે આ સીઝન માટે ખૂબ મોટી રકમ પણ ચાર્જ કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments