HomeGujaratGujarat : ધારીના ત્રંબકપુરમાં મહિલાના ચેઈનની ચીલઝડપ કરનારા બે બિહારી ઝડપાયા

Gujarat : ધારીના ત્રંબકપુરમાં મહિલાના ચેઈનની ચીલઝડપ કરનારા બે બિહારી ઝડપાયા

અમરેલી જિલ્લામાં વિવિધ ચીજવસ્તુને ચળકતી કરવાના કેમિકલ વેચવાના બહાને ગામડાઓમાં જઈ મહિલાની સાથે વાતચીત કરીને લીંબુ પાણીના નામે કેમિકલ જીભ પર મુકાવી ચાખવાનું કહી બેભાન જેવા બનાવીને સોનાના દાગીનાની ચીલઝડપ કરીને ભાગી જતાં બિહારના બે શખ્સોને અમરેલી જિલ્લા એલસીબીએ પકડી પાડી મુદ્દામાલ કબજે લીધો છે.


અગાઉ બનેલા બનાવની વિગત એવી છે કે ધારી તાલુકાના ત્રંબકપુર ગામે વિવિધ લિકવીડ કેમિકલ વેચવાના બહાને બાઈક પર બેસીને બિહારના મહમદ શમશેર મહમદ ઇઝહાર શેખ અને તેનો જોડીદાર મહમદ ઝીયા ઉલ મહમદ ગફુર ગયા હતા. આ બન્ને શખ્સોએ વિજ્યાબેન ટાંકના ઘરે જઈ સોના ચાંદીના દાગીના ચમકાવી દેવા અને વાસણને નવા જેવા ચમકતા કરી દેવા માટે કામ કરીએ છીએ એમ કહીને એના ઘરમાં રહેલો કળશો માગી ચમકાવી દીધો હતો. એ પછી એક પીળા કલરનું લિકવીડ કાઢીને આ લીંબું પાણી છે એમ કહીને ચાખવા આપતા વિજયાબેનને ચાખવા આપતા જ તેને જીભમાં સ્હેજ બળતરા થવા લાગી હતી. બાદમાં ચકકર આવવા લાગતા એ જ વખતે આ બન્નેએ વિજયાબેને પહેરેલો સોનાનો ચેઈનની ચીલઝડપ કરીને નાસી છુટયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments