HomeGujaratGujarat : પેટલાદના બામરોલીમાં પ્રેમ લગ્ન મુદ્દે હોબાળો: યુવતીને બગીમાંથી ઉતારી મંદિરે...

Gujarat : પેટલાદના બામરોલીમાં પ્રેમ લગ્ન મુદ્દે હોબાળો: યુવતીને બગીમાંથી ઉતારી મંદિરે દર્શન કરતા અટકાવાઈ

આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના બામરોલી ગામમાં પ્રેમ લગ્ન કરનાર એક યુવતી સાથે ગેરવર્તનનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેના કારણે સ્થાનિક સ્તરે ભારે તણાવ જોવા મળ્યો હતો.

આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના બામરોલી ગામમાં પ્રેમ લગ્ન કરનાર એક યુવતી સાથે ગેરવર્તનનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેના કારણે સ્થાનિક સ્તરે ભારે તણાવ જોવા મળ્યો હતો. શનિવારે રાત્રે જ્યારે નવદંપતીનો વરઘોડો નીકળ્યો હતો, ત્યારે સમાજના કેટલાક આગેવાનોએ પ્રેમ લગ્નનો વિરોધ કરી વરઘોડો અધવચ્ચે જ અટકાવી દીધો હતો. રોષે ભરાયેલા આગેવાનોએ યુવતીને બગીમાંથી નીચે ઉતારી દીધી હતી, જેને પગલે લગ્નના પ્રસંગમાં અફરાતફરી મચી ગઈ હતી.

આ વિવાદ વધુ ત્યારે વકર્યો જ્યારે નવદંપતી પોતાના કુળદેવી માતાના દર્શન કરવા માટે મંદિર પહોંચ્યું હતું. સમાજના આગેવાનોએ તેમને મંદિરમાં પ્રવેશતા અટકાવ્યા હતા અને દર્શન કરવા દેવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. પ્રેમ લગ્ન કર્યા હોવાને કારણે સામાજિક વિરોધ દર્શાવવા માટે આ પ્રકારનું પગલું ભરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા, જોકે ન્યૂઝ ચેનલ આ વીડિયોની સત્તાવાર પુષ્ટિ કરતું નથી.

પરિસ્થિતિ વણસતા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મામલો થાળે પાડ્યો હતો. પોલીસે મધ્યસ્થી કરી દંપતીને સુરક્ષિત રીતે મંદિરે દર્શન કરાવ્યા હતા અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો. હાલમાં ગામમાં શાંતિપૂર્ણ માહોલ છે, પરંતુ સામાજિક રીતે આ ઘટનાની ખૂબ ચર્ચા થઈ રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments