HomeGujaratSuratSurat : 9 કિલો ગાંજા સાથે બે કિશોર ઝડપાયા, પોલીસે 4.62...

Surat : 9 કિલો ગાંજા સાથે બે કિશોર ઝડપાયા, પોલીસે 4.62 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

સુરતની ઉધના પોલીસે 9.08 કિલો ગાંજાના જથ્થા સાથે બે કિશોરોની ધરપકડ કરી છે. કુલ 4.62 લાખનો મુદ્દામાલ જપ્ત કરી NDPS હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.ડ્રગ્સ મુક્ત સુરતના અભિયાન હેઠળ સુરત પોલીસની ઉધના ટીમને મોટી સફળતા મળી છે. ઉધના પોલીસે બાતમીના આધારે રેડ કરીને બે બાળ કિશોરોને ગાંજાના મોટા જથ્થા સાથે ઝડપી લીધા છે. આ કાર્યવાહીમાં પોલીસે લાખોની કિંમતનો ગાંજો અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરી NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉધના પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે, બે કિશોર નશીલા પદાર્થોની હેરાફેરી કરી રહ્યા છે. જે અંતર્ગત પોલીસે વોચ ગોઠવી બે બાળ કિશોરોને અટકાવ્યા હતા. તેમની તપાસ કરતા તેમની પાસેથી અંદાજે 9.08 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. બજારમાં આ ગાંજાની કિંમત આશરે 4.54 લાખ રૂપિયા હોવાનું અંદાજવામાં આવ્યું છે.

પોલીસે ગાંજાના જથ્થા ઉપરાંત કિશોરો પાસેથી મોબાઈલ ફોન અને અન્ય વસ્તુઓ મળી કુલ 4.62 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ બાબતે સુરત પોલીસના ડીસીપી ડો. કાનન દેસાઈએ જણાવ્યું હતું કે, બંને કિશોરો વિરૂદ્ધ NDPS એક્ટ મુજબ ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી છે. આ ગાંજો તેઓ ક્યાંથી લાવ્યા હતા અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં વધુ તપાસ તેજ કરવામાં આવી છે. હાલમાં પોલીસે બંને કિશોરોની અટકાયત કરી આ ડ્રગ્સ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments