HomeGujaratJamnagar: ધ્રોલના સોયલ ગામે યુવતીનો ગળેફાંસો ખાઈ આપઘાત, પિતાએ પ્રેમી સાથે પકડી...

Jamnagar: ધ્રોલના સોયલ ગામે યુવતીનો ગળેફાંસો ખાઈ આપઘાત, પિતાએ પ્રેમી સાથે પકડી પાડતા ભર્યું અંતિમ પગલું

ધ્રોલ તાલુકાના સોયલ ગામે યુવતીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. પિતાએ યુવતીને પ્રેમી સાથે જોઈ લેતા સર્જાયેલી સ્થિતિ બાદ આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.ધ્રોલ તાલુકાના સોયલ ગામે ઘરે કોઈ ન હોવાથી પોતાના પ્રેમીને મળવા બોલાવનાર હેતલ ઝાપડા નામની યુવતીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. પિતાએ યુવતીને પ્રેમી સાથે જોઈ લેતા સર્જાયેલી સ્થિતિ બાદ આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, સોયલ ગામે રહેતી હેતલ ઝાપડાના ઘરે જ્યારે પરિવારના સભ્યો ન હતા, ત્યારે તેણે પોતાના પ્રેમીને ઘરે મળવા માટે બોલાવ્યો હતો. જોકે, આ દરમિયાન યુવતીના પિતા અચાનક ઘરે આવી પહોંચ્યા હતા. પિતાને જોઈ જતાં યુવક તરત જ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. દીકરી સાથે અજાણ્યા યુવકને જોઈ પિતા તેને પકડવા માટે તેની પાછળ દોડ્યા હતા.

પિતા જ્યારે પેલા યુવકની પાછળ ગયા હતા, ત્યારે ઘરે એકલી રહેલી હેતલે લોકલાજ કે પિતાના ડરથી માનસિક સંતુલન ગુમાવ્યું હતું અને તુરંત જ ગળેફાંસો ખાઈ લીધો હતો. પિતા જ્યારે પરત ફર્યા ત્યારે પુત્રીને લટકતી હાલતમાં જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા.આ ઘટનાની જાણ થતા જ ધ્રોલ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી આકસ્મિક મોતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments