HomeIndiaNational : ભારત શાંતિપૂર્ણ સમાધાનના પક્ષમાં, જુઠ્ઠાણુ ફેલાવનારા સફળ નહી થાય, બોલ્યા...

National : ભારત શાંતિપૂર્ણ સમાધાનના પક્ષમાં, જુઠ્ઠાણુ ફેલાવનારા સફળ નહી થાય, બોલ્યા પીએમ મોદી

ખાડી દેશોમાં 1 કરોડ ભારતીયો છે. આખી દુનિયા અત્યારે સંકટમાંથી પસાર થઇ રહી છે. ભારત સામે અનેક પડકારો છે. તેમ પીએમ મોદીએ લોકસભામાં સંબોધન કરતા જણાવ્યું.

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી સ્થિતિથી સૌ કોઇ વાફેફ છે. ઇરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસરને પગલે નાગરિકોમાં દહેશતની સ્થિતિ છે. ગેસ અને ઓઇલના ભાવોમાં વધારો થતા નાગરિક મુશ્કેલીમાં મુકાયો છે. તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેની ગંભીર અસરો જોવા મળી છે. ત્યારે મિડલ ઇસ્ટમાં સંકટને લઇને પીએમ મોદી લોકસભામાં સંબોધન કરી રહ્યાસ છે.

પશ્ચિમ એશિયા સંઘર્ષમાં PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ ચિંતાજનક છે. છેલ્લા 2-3 અઠવાડિયામાં, વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ ગૃહને પરિસ્થિતિની વિગતો આપી છે. આ સંઘર્ષ 3 અઠવાડિયાથી વધુ સમયથી ચાલી રહ્યો છે. તેની વૈશ્વિક અર્થતંત્ર અને લોકોના જીવન પર ગંભીર અસર પડી રહી છે, અને તેથી જ વિશ્વ આ સંઘર્ષના વહેલા ઉકેલ માટે તમામ પક્ષોને વિનંતી કરી રહ્યું છે. વધુમાં કહ્યું કે ભારતને ગેસ અને ઇંધણ મિડલ ઇસ્ટના દેશો પુરા પાડે છે. પ્રભાવિત દેશો સાથે ભારતના વેપારના સંબંધો છે. પશ્ચિમ એશિયાની સ્થિતિ ચિંતા જનક છે. આર્થિક અને આઁતરિક સુરક્ષા મોટો પડકાર છે. કાચા તેલનો મોટો જથ્થો ખાડી દેશોમાંથી આવે છે.

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે જ્યારથી આ યુદ્ધ શરૂ થયું છે ત્યારથી અસરગ્રસ્ત દેશોમાં દરેક ભારતીયને સહાય પૂરી પાડવામાં આવી છે. મેં મોટાભાગના પશ્ચિમ એશિયાઈ દેશોના રાષ્ટ્રપ્રમુખો સાથે ફોન પર વાત કરી છે. બધાએ ભારતીયોની સુરક્ષાની ખાતરી આપી છે. સંઘર્ષ દરમિયાન, કેટલાક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, અને કેટલાક ઘાયલ થયા છે.

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે સરકાર પાસે ખાદ્ય અન્ન પર્યાપ્ત પ્રમાણમાં છે. ખાદ્ય સંકટ વચ્ચે 6 યૂરિયા પ્લાન્ટ શરૂ કર્યા છે. સાથે જ કહ્યું કે ભારતમાં કોલસાનો સ્ટોક પર્યાપ્ત પ્રમાણમાં છે. રિન્યુએબલ એનર્જી પર સતત કામ થઇ રહ્યું છે. ડિઝલ પર ખેડૂતોની નિર્ભરતા ઘટી છે. આવનારા સમયમાં વીજળીની ડિમાન્ડ વધશે. હાલ વીજળી ઉત્પાદન પ્રભાવિત થયુ નથી. કોરોના કાળમાં પણ સપ્લાય ચેઇન તૂટી ગઇ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments