HomeGujaratVadodaraVadodara : સાવલીમાં ગેસની બોટલો લઈને જતી ગાડીને રોકી લોકોએ ભરેલી બોટલો...

Vadodara : સાવલીમાં ગેસની બોટલો લઈને જતી ગાડીને રોકી લોકોએ ભરેલી બોટલો લઈ લીધી

ખાડી દેશોમાં ચાલી રહેલી યુદ્ધની સ્થિતિને લઈને ગેસની અછત સર્જાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગેસની બોટલ માટે સરકારે એક ગાઈડલાઈન નક્કી કરી છે. માત્ર ઘરેલુ વપરાશ માટે ગેસની બોટલોનું વિતરણ કરાઈ રહ્યું છે.

ખાડી દેશોમાં ચાલી રહેલી યુદ્ધની સ્થિતિને લઈને સમગ્ર ભારત દેશમાં ગેસની અછત સર્જાઈ છે. ત્યારે વડોદરાના સાવલી પંથકમાં રાંધણગેસની બોટલોની અછત સર્જાતા લોકો રઘવાયા બન્યા હતાં. ગેસની બોટલોની ડીલીવરી કરવા માટે આવેલી ગાડીને રસ્તા વચ્ચે જ રોકીને લોકોએ પડાપડી કરીને ગેસની બોટલો પડાવી લીધી હતી.

ખાડી દેશોમાં ચાલી રહેલી યુદ્ધની સ્થિતિને લઈને ગેસની અછત સર્જાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગેસની બોટલ માટે સરકારે એક ગાઈડલાઈન નક્કી કરી છે. માત્ર ઘરેલુ વપરાશ માટે ગેસની બોટલોનું વિતરણ કરાઈ રહ્યું છે. ત્યારે વડોદરાના સાવલીમાં ગેસની બોટલો લઈને એક ગાડી ગોઠડા ગામ તરફ જતી હતી. આ દરમિયાન ગેસની ગાડીને લોકોએ અધ્ધવચ્ચે જ રોકી લીધી હતી.

લોકો પોતાના વાહનોમાં ખાલી બોટલો લઈને આવ્યા હતાં અને ભરેલી બોટલ લેવા માટે પડાપડી કરી હતી. જ્યારે ગોઠડા ગામમાં ગેસની રાહ જોતા લોકો અટવાયા હતાં. આ અંગે સાવલીના મામલતદારે કહ્યું હતું કે, ગેસની કોઈ તંગી નથી સરકારની ગાઈડલાઈન પ્રમાણે બોટલોનું વિતરણ થાય છે. ગેસની એજન્સીઓ દ્વારા નિયમિત રીતે બોટલોનું વેચાણ થાય છે. લોકો ગેસ નહીં મળે તેવી અફવાઓથી દૂર રહે. ગેસ માટે પડાપડી કરવાની કોઈ જરૂર નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments