કંગના રનૌતએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર વડાપ્રધાન મોદી સાથેની મુલાકાતના ફોટો પોસ્ટ કર્યા છે. જેમાં તે વડાપ્રધાનને હિમાચલમાં બનેલી શાલ ભેટમાં આપી રહી છે. સાથે જ તેમના માટે ફૂલોનો ગુલદસ્તો પણ લાવી.બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત આજે 40 વર્ષની થઈ ગઈ છે. અભિનેત્રીને તેના જન્મદિવસે ફેન્સ અને પરિવારજનો તરફથી શુભેચ્છાઓ મળી રહી છે. કંગના રનૌત હિમાલચ પ્રદેશના મંડીથી ભાજપની સાંસદ છે અને અભિનેત્રીએ જન્મદિવસે જ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી છે. અભિનેત્રીએ તેના પરિવાર સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત કરી છે.
કંગના રનૌતએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર વડાપ્રધાન મોદી સાથેની મુલાકાતના ફોટો પોસ્ટ કર્યા છે. જેમાં તે વડાપ્રધાનને હિમાચલમાં બનેલી શાલ ભેટમાં આપી રહી છે. સાથે જ તેમના માટે ફૂલોનો ગુલદસ્તો પણ લાવી. કંગનાના ભાઈએ વડાપ્રધાનને ભેટમાં બ્રાસની વોલ ફ્રેમ આપી, જેમાં દશાવતાર બનાવવામાં આવેલા છે.

વડાપ્રધાન મોદીએ પણ કંગના અને તેમના પરિવારની સાથે થોડો સમય પસાર કર્યો, આ દરમિયાન તે અભિનેત્રીના ભત્રીજા સાથે રમતા જોવા મળ્યા. કંગનાએ વડાપ્રધાન મોદી સાથેની મુલાકાતના ફોટો પોસ્ટ કરતા કેપ્શનમાં લખ્યું કે ‘આજે પરિવાર સહિત વડાપ્રધાન સાથે સમય અને માર્ગદર્શન મળ્યો. મારા માટે એક યાદગાર જન્મદિવસ રહ્યો.’ ઉલ્લેખનીય છે કે હાલમાં કંગના રાજકારણમાં સક્રિય છે. વર્ષ 2024માં લોકસભા ચૂંટણી જીત્યા બાદ તે મંડીની સાંસદ બની. આ દરમિયાન તેમની એક ફિલ્મ ઈમરજન્સી રિલિઝ થઈ પણ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ પ્રદર્શન કરી શકી નહીં. જો કે આ ફિલ્મમાં કંગનાની એક્ટિંગના ખુબ જ વખાણ કરવામાં આવ્યા હતા.


