રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં જણસીની આવકના તમામ રેકોર્ડ તૂટ્યા છે. માર્ચ એન્ડિંગના વેકેશન પૂર્વે ખેડૂતો પોતાની જણસી વેચવા માટે ઉમટી પડ્યા છે, યાર્ડમાં ઠેર-ઠેર જણસીના ઢગલા જોવા મળી રહ્યા છે.
નાણાકીય વર્ષ પૂર્ણ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં જણસીની આવકના તમામ રેકોર્ડ તૂટ્યા છે. માર્ચ એન્ડિંગના વેકેશન પૂર્વે ખેડૂતો પોતાની જણસી વેચવા માટે ઉમટી પડ્યા છે, જેના કારણે યાર્ડના મેદાનમાં ઠેર-ઠેર જણસીના ઢગલા જોવા મળી રહ્યા છે.આજના દિવસે યાર્ડમાં વિવિધ પાકોની નોંધપાત્ર આવક જોવા મળી છે.ઘઉં સૌથી વધુ 1.50 લાખ મણની આવક નોંધાઈ છે.ધાણા 80 હજાર મણની આવક સાથે યાર્ડ ધાણાથી મઘમઘી ઉઠ્યું છે.તુવેર 15 હજાર મણની આવક નોંધાઈ છે.જીરું 12 હજાર મણ જીરાની આવક થઈ છે.

26 માર્ચથી મોટાભાગના માર્કેટયાર્ડમાં હિસાબી કામકાજ માટે હરાજી બંધ થવાની હોવાથી, ખેડૂતો માર્ચ એન્ડિંગ પહેલા પોતાની જણસીનો નિકાલ કરવા માંગે છે. રાજકોટ યાર્ડમાં રાત-દિવસ વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. યાર્ડ પ્રશાસન દ્વારા પણ આટલી મોટી આવકને પહોંચી વળવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.


