ટૂંક સમયમાં IPLની 19મી સિઝન શરૂ થાય તે પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકન બિઝનેસમેન કાલ સોમાનીએ આઈપીએલની ટીમ રાજસ્થાન રૉયલ્સે 13600 કરોડમાં ખરીદી લીધી છે. આઈપીએલના ઈતિહાસમાં કોઈ ટીમ આટલી મોટી રકમમાં વેચાઈ હોય તેવું પહેલાવાર બન્યું છે.
રિપોર્ટ મુજબ, કાલ સોમાની (Kal Somani) આઈપીએલ ફ્રેન્ચાઈઝી રાજસ્થાન રૉયલનું સંપૂર્ણ હિસ્સો 1.63 બિલિયન ડૉલર (લગભગ 13,600 કરોડ રૂપિયા)ની મોટી રકમમાં ખરીદી લીધી છે. આ ડીલ સાથે રાજસ્થાન રોયલ્સ વિશ્વની સૌથી મોંઘી ફ્રેન્ચાઈઝી બની ગઈ છે.

કાલ સોમાની ઈન્ટ્રાએજ (IntraEdge), એકેડેમિયન (Academian) અને ટ્રુયો.એઆઈ (Truyo.AI)ના ફાઉન્ડર છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, સોમાનીના આ બિઝનેસ ગ્રૂપને વૉલમાર્ટ (Walmart) ફેમિલી સાથે સંકળાયેલા અમેરિકન બિઝનેસમેન રોબ વોલ્ટોન (Rob Walton)નો સપોર્ટ છે. આ ઉપરતાં ડેટ્રોઈટ લાયન્સ (Detroit Lions) ટીમના માલિક હૈમ્પ ફેમિલીનો પણ સોમાનીની કંપનીના સપોર્ટમાં છે. અહેવાલો અનુસાર, આ નવી માલિકીની અસર આઈપીએલ 2026 પછી જોવા મળશે.


