HomeWorldWorld : Iran તરફથી Donald Trump ને મળી રહસ્યમયી ભેટ, તેલ અને...

World : Iran તરફથી Donald Trump ને મળી રહસ્યમયી ભેટ, તેલ અને ગેસ સાથે જોડાયેલી છે ખાસ ગિફ્ટ!

વ્હાઇટ હાઉસમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપેલા નિવેદને વૈશ્વિક રાજકારણમાં નવી ચર્ચા જગાવી છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન સાથે ચાલી રહેલી પડદા પાછળની વાટાઘાટો વચ્ચે તેમને ઈરાન તરફથી એક અત્યંત ‘મૂલ્યવાન અને ખાસ’ ભેટ મળી છે. આ ભેટ શું છે તેની સ્પષ્ટ વિગત આપવાનો તેમણે ઇનકાર કર્યો હતો, પરંતુ એટલું જરૂર કહ્યું કે તે તેલ અને ગેસ ઉદ્યોગ સાથે સંબંધિત છે.

જ્યારે મીડિયા દ્વારા ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું તેઓ ઈરાની પક્ષના લોકો પર વિશ્વાસ કરે છે, ત્યારે તેમણે લાક્ષણિક અંદાજમાં જવાબ આપ્યો કે તેઓ કોઈ પર વિશ્વાસ કરતા નથી. જોકે, તેમણે ઉમેર્યું કે, “અમે ઈરાનમાં યોગ્ય લોકો સાથે વાત કરી રહ્યા છીએ અને આ ભેટ તે વાતનો પુરાવો છે.” ટ્રમ્પના મતે આ ભેટ સોમવારે જ મળી છે અને તે ખૂબ જ મોટી છે. આ નિવેદનને ઈરાન સાથેના સંબંધો સુધારવાની દિશામાં એક હકારાત્મક સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે.

નોંધનીય છે કે, અમેરિકાએ ઈરાનને યુદ્ધવિરામ માટે 15-મુદ્દાનો એક વિગતવાર પ્રસ્તાવ મોકલ્યો હોવાના અહેવાલો છે. ટ્રમ્પે અગાઉ ઈરાની ઉર્જા સ્થાપનો પરના હુમલા પર પાંચ દિવસનો પ્રતિબંધ પણ જાહેર કર્યો હતો. જોકે, એક તરફ શાંતિની વાતો થઈ રહી છે, તો બીજી તરફ અમેરિકા પશ્ચિમ એશિયામાં પોતાના સૈનિકોની સંખ્યા વધારી રહ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે જો વાટાઘાટો નિષ્ફળ જશે, તો અમેરિકા ઈરાન સામે સીધી સૈન્ય કાર્યવાહી અથવા જમીન પર આક્રમણ પણ કરી શકે છે.

ટ્રમ્પના દાવાઓથી વિપરીત, ઈરાની સૈન્ય (Iranian Military) એક અલગ જ સૂર આલાપી રહ્યું છે. ઈરાની સૈન્યના પ્રવક્તાએ ટ્રમ્પના વાટાઘાટોના દાવાને હાસ્યાસ્પદ ગણાવતા કહ્યું કે, અમેરિકા પોતાની હારને છુપાવવા માટે તેને ‘સમાધાન’નું નામ આપી રહ્યું છે. તેમણે ચેતવણી આપી હતી કે આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા હવે ઈરાની સૈન્યના હાથમાં છે અને ભવિષ્યમાં તેલ કે ગેસના ભાવ અમેરિકાની મરજી મુજબ રહેશે નહીં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments