HomeBollywoodEntertainment : Bhooth Banglaમાં નાની ઉંમરની સાથે અક્ષયનો રોમાન્સ, ટ્રોલર્સને આપ્યો જડબાતોડ...

Entertainment : Bhooth Banglaમાં નાની ઉંમરની સાથે અક્ષયનો રોમાન્સ, ટ્રોલર્સને આપ્યો જડબાતોડ જવાબ, શું કહ્યું ખિલાડીએ?

અક્ષય કુમાર તેની આગામી ફિલ્મ ભૂત બાંગ્લોમાં તેના કરતા 26 વર્ષ નાની વામિકા ગબ્બી સાથે રોમાન્સ કરતો જોવા મળશે. જેના કારણે તેને ઘણી ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે.અક્ષય કુમાર અત્યારે પોતાની આગામી ફિલ્મ ભૂત બંગ્લા ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મની આખી ટીમ હાલમાં જોરશોરથી પ્રમોશન કરી રહી છે. આ ફિલ્મનું એક ગીત રિલીઝ થયું છે, જેમાં અક્ષય કુમાર અભિનેત્રી વામિકા ગબ્બી સાથે રોમાન્સ કરતા જોવા મળી રહ્યા છે. આ જોડીને કારણે અક્ષય કુમારને સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે વામિકા ઉંમરમાં અક્ષય કરતા 26 વર્ષ નાની છે.

અક્ષય કુમાર હાલ 58 વર્ષના છે, જ્યારે વામિકા ગબ્બીની ઉંમર 32 વર્ષ છે. ટ્રોલ થયા બાદ અક્ષય કુમારે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, તો શું થયું? શું આપણે આવું પહેલા ક્યારેય જોયું નથી? હોલીવુડમાં પણ આવું બને છે. ક્યારેક સ્ક્રિપ્ટની માંગ હોય છે. રિયલ લાઈફમાં પણ ઘણા લોકો પોતાનાથી મોટી કે નાની ઉંમરના વ્યક્તિ સાથે લગ્ન કરે છે.

ફિલ્મના નિર્દેશક પ્રિયદર્શન પણ અક્ષયના સમર્થનમાં આવ્યા છે. તેમણે કહ્યું કે એનટીઆર અને એમજીઆર જેવા દિગ્ગજ કલાકારો માનતા હતા કે વાસ્તવિક ઉંમર અને ફિલ્મી ઉંમરમાં ઘણો તફાવત હોય છે. ફિલ્મમાં કલાકાર જે ઉંમરનો દેખાય છે તે તેની અસલી ઉંમર દર્શાવતી નથી. લોકો કલાકારોને તેમની ફિલ્મી ઉંમરના આધારે જ પસંદ કરતા હોય છે.

પ્રિયદર્શને વધુમાં ઉમેર્યું કે જ્યારે તેઓ તબ્બુ કે અક્ષય સાથે શૂટિંગ કરે છે, ત્યારે તેમને કોઈ વાંધો આવતો નથી. દર્શકો જ્યારે ફિલ્મ જુએ છે ત્યારે તેમને પણ કોઈ તકલીફ પડતી નથી, કારણ કે બધું પાત્ર અને ફિલ્મમાં બતાવેલી ઉંમર પર નિર્ભર હોય છે. શૂટિંગ દરમિયાન કદાચ કોઈને જોડી અજીબ લાગે, પણ ઉંમરના તફાવતથી કોઈ ફરક પડતો નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments