HomeGujaratSurendranagar : ધ્રાંગધ્રાના ધુ્રમઠ ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સ ઝડપાયા

Surendranagar : ધ્રાંગધ્રાના ધુ્રમઠ ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સ ઝડપાયા

ધ્રાંગધ્રાના ધુ્રમઠ ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સ ઝડપાયા છે. એલસીબી પોલીસે બાતમીના આધારે રેઇડ કરી રૃ.૧૯,૮૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો.

ધ્રાંગધ્રા તાલુકાના ધુ્રમઠ ગામે કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીને આધારે સુરેન્દ્રનગર જીલ્લા એલસીબી ટીમે ધુ્રમઠ ગામના નવાપરા વિસ્તારમાં રેઇડ કરી હતી. રેઇડ દરમિયાન (૧) ભરતભાઈ ચતુરભાઈ દેત્રોજા, (૨) ઘનશ્યામભાઈ લાલજીભાઈ પરમાર, (૩) પ્રહલાદભાઈ રઘુભાઈ વણપરા, (૪) બાઉદીનભાઈ રસુલભાઈ જુણેજા (૫) નાનજીભાઈ રાઘવજીભાઈ પટેલ (તમામ રહે. ધુ્રમઠ)ને જુગાર રમતા ઝડપી પાડયા હતા. એલીસીબી પોલીસે સ્થળ પરથી રોકડ રૃ.૧૩,૮૦૦, બે મોબાઇલ રૃ.૬૦૦૦ સહિત કુલ રૃ.૧૯,૮૦૦ના મુદામાલ સાથે ઝડપી પાડી તમામ સામે જુગાર ધારા હેઠળ પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments