HomeSportsSports : હાર્દિક પંડ્યાએ વાયદો નિભાવી દિલ જીત્યાં! રાત-દિવસ મહેનત કરતાં સ્ટાફને...

Sports : હાર્દિક પંડ્યાએ વાયદો નિભાવી દિલ જીત્યાં! રાત-દિવસ મહેનત કરતાં સ્ટાફને આપ્યું ખાસ ઈનામ

ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા માત્ર પોતાની રમત માટે જ નહીં પરંતુ પોતાની લાઈફસ્ટાઈલ માટે પણ જાણીતો છે. મોંઘી ઘડિયાળોથી લઈને મોંઘી સ્પોર્ટ્સ કાર સુધી, હાર્દિક પંડ્યા પોતાના શોખ માટે પ્રખ્યાત છે. બીજી તરફ ક્યારેક-ક્યારેક મેદાન પર કે મેદાનની બહાર પોતાના વર્તનના કારણે પણ તે લોકોના નિશાના પર રહે છે. પરંતુ હાર્દિક પંડ્યા એક દયાળુ વ્યક્તિ છે, અને આવું ઘણી વખત જોવા મળ્યું છે. જોકે, આ વખતે તેણે જે કર્યું તે ભાગ્યે જ જોવા મળે છે. હાર્દિકે એક ખાસ કારણસર મુંબઈના વાનખેડે સ્ટેડિયમના ગ્રાઉન્ડ સ્ટાફને 10-10 લાખ રૂપિયાના ચેક આપ્યા છે.

અહેવાલ પ્રમાણે IPL 2026 સીઝન શરૂ થાય તે પહેલાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ વાનખેડે સ્ટેડિયમમાં કામ કરતા લગભગ 10-11 મુંબઈ ક્રિકેટ એસોસિએશનના ગ્રાઉન્ડ સ્ટાફને આ ચેક આપ્યા છે. પરંતુ જો તમે એવું વિચારતા હોવ કે શું તેણે IPL દરમિયાન સારી પિચ તૈયાર કરવા બદલ આ ચેક આપ્યા છે, તો એવું બિલકુલ નથી. હાર્દિકે જે આ દિલ જીતનારું કામ કર્યું છે, તેની પાછળનું કારણ તેણે થોડા સમય પહેલા કરેલો વાયદો છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે હાર્દિકે ગ્રાઉન્ડ સ્ટાફના સભ્યોને 10-10 લાખ રૂપિયા આપ્યા છે, કારણ કે તેણે થોડા સમય પહેલા ભારતીય ઓલરાઉન્ડરને મદદ કરી હતી. અહેવાલમાં જણાવાયું છે કે હાર્દિક 2026ના T20 વર્લ્ડ કપ પહેલા વાનખેડે ખાતે તૈયારીઓમાં વ્યસ્ત હતો, અને આ સમય દરમિયાન તે ઘણીવાર મોડી રાત સુધી પ્રેક્ટિસ કરતો હતો, જેના કારણે ગ્રાઉન્ડ સ્ટાફને વધુ સમય સુધી રોકાવું પડતું હતું. પરંતુ તેમણે હાર્દિકની તૈયારીમાં કોઈ કસર નહોતી છોડી.

હાર્દિક પંડ્યાએ ત્યારે તેમને વાયદો કર્યો હતો કે, ‘જ્યારે હું અહીં પાછો આવીશ ત્યારે તમને ઈનામ આપીશ.’ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પોતાનો વાયદો ભૂલ્યા નહીં અને તેને નિભાવ્યો. મુંબઈ ઈન્ડિયન્સના પ્રેક્ટિસ સેશન બાદ હાર્દિકે પ્રેક્ટિસ દરમિયાન તેને મદદ કરનારા તમામ સભ્યોને 10-10 લાખના ચેક આપ્યા. આ તમામે હાર્દિક સાથે ફોટા પણ પડાવ્યા, જે હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યા છે અને દરેક લોકો મુંબઈના કેપ્ટનની પ્રશંસા કરી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments