HomeGujaratAhmedabadAhmedabad : સુરક્ષિત અમદાવાદના દાવાના ફરી ઉડ્યા ધજાગરા: નાસ્તાના પૈસા માંગ્યા તો...

Ahmedabad : સુરક્ષિત અમદાવાદના દાવાના ફરી ઉડ્યા ધજાગરા: નાસ્તાના પૈસા માંગ્યા તો ગુંડાઓએ મણિનગર માથે લીધું

તમને પણ આ તસવીરોને જોઈને નવાઈ લાગશે કે શું આ અમદાવાદ છે! એક બે નહીં અનેક એવી ઘટનાઓ સામે આવે છે જેમાં સ્માર્ટ શહેરની સ્માર્ટ પોલીસ ઊંઘતી ઝડપાય છે. ગુંડા તત્વોને ન હવે પોલીસનો ડર રહ્યો છે, ન તો કાયદાનો, બસ મનફાવે તેમ દાદાગીરી કરી લોકોમાં ડરનો માહોલ ઉભો કરી રહ્યા છે. વાત છે અમદાવાદનું હ્રદય ગણાતા મણિનગર વિસ્તારની,જ્યાં નાસ્તાની લારીએ લુખ્ખા તત્ત્વોએ ભરપેટ નાસ્તો ખાધો બાદમાં પૈસા આપવાના કહ્યા તો બે યુવક પર ઘાતકી હુમલો કર્યો.

સમગ્ર ઘટનાના સીસીટીવી હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યા છે. લોકો પોલીસને પૂછી રહ્યા છે કે સોશિયલ મીડિયામાં સક્રિય રહેતી અમદાવાદ પોલીસને કેમ આવી ઘટનાઓ દેખાતી નથી, અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા છે જ્યારે સામાન્ય લોકોને લુખ્ખાઓ હેરાન કરી રહ્યા છે અને પોલીસ બસ after અને beforeનો વીડિયો મૂકી માફી મંગાવી સંતોષ માની રહી છે.

દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાય છે કે રિક્ષા ભર બજારમાં અધવચ્ચે મૂકી આવારા તત્ત્વો લારીવાળા યુવકો દ્રષ્ટાંત મોદી અને તેના મિત્ર અભયસિંહ સાથે ઝઘડો કરી રહ્યા છે, મામલો ઉગ્ર બનતા બંને યુવકો જીવ બચાવવા નાસી છૂટે છે, ત્યારે 4-5 આરોપીઓ તેમની પાછળ દોડી તેમની સાથે જીવલેણ મારામારી કરે છે. અરે હદ તો ત્યારે થાય છે કે યુવક પર રિક્ષા ચઢાવવાનો પણ પ્રયાસ કરવામાં આવે છે. હાલ ગંભીર રીતે ઘાયલ એક યુવક એલજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

આ સમગ્ર ઘટનામાં એક જ પ્રશ્ન છે કે લાજવાને બદલે ગાજતી પોલીસ અને ક્યાં છે! કેમ ગુંડાઓની હિંમત દિવસે ને દિવસે વધી રહી છે. આવા લુખ્ખા તત્ત્વો સામે દાખલારૂપ કાર્યવાહી થશે કે કેમ તે યક્ષ પ્રશ્ન છે, હાલ તો મણિનગર પોલીસે ગુનો નોધી વધુ તપાસ શરૂ કરી છે! નેતાઓના સુરક્ષિત ગુજરાતના દાવાઓ પર તમાચો મારતી આવી ઘટનાઓ ફરી ન બને તે માટે માત્ર વાતો નહીં પણ એક્શન જરૂરી છે!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments