HomeGujaratSuratSurat : જયનીમ રેસિડન્સીમાં લિફ્ટમાં સર્જાઈ ટેકનિકલ ખામી, બે મહિલાઓ અડધો કલાક...

Surat : જયનીમ રેસિડન્સીમાં લિફ્ટમાં સર્જાઈ ટેકનિકલ ખામી, બે મહિલાઓ અડધો કલાક અંધારામાં લિફ્ટમાં ફસાઈ

સુરત શહેરમાં જયનીમ રેસિડન્સીમાં આજે એક મોટી દૂર્ઘટના ટળી હતી. લિફ્ટમાં અચાનક આવેલી ટેકનિકલ ખામીને કારણે બે મહિલાઓ અડધો કલાક સુધી અંધારામાં ફસાઇ રહી હતી.સુરત શહેરમાં જયનીમ રેસિડન્સીમાં આજે એક મોટી દૂર્ઘટના ટળી હતી. લિફ્ટમાં અચાનક આવેલી ટેકનિકલ ખામીને કારણે બે મહિલાઓ અડધો કલાક સુધી અંધારામાં ફસાઇ રહી હતી. જોકે, ફાયર વિભાગની ટીમે સમયસર પહોંચી દરવાજો તોડી બંનેને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

ઘટનાની વિગતો મુજબ, જયનીમ રેસિડન્સીમાં રહેતી બે મહિલાઓ લિફ્ટનો ઉપયોગ કરી રહી હતી ત્યારે ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળની વચ્ચે લિફ્ટ અચાનક અટકી ગઈ હતી. ટેકનિકલ ખામીને કારણે લિફ્ટનો દરવાજો ખુલ્યો નહીં અને લિફ્ટની અંદર લાઈટો પણ બંધ થઈ ગઈ હતી. ઘોર અંધારામાં બંને મહિલાઓ અંદાજે 30 મિનિટ સુધી ફસાયેલી રહી હતી, જેના કારણે તેમના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા.

સ્થાનિકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.ભારે જહેમત બાદ બંને મહિલાઓને સહીસલામત બહાર કાઢવામાં આવતા પરિવારજનો અને રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments