HomeWorldChina : 84 વર્ષના દાદી પડ્યા AI યુવાનના પ્રેમમાં!વાંચો ચીનના વૃદ્ધાની આશ્ચર્યજનક...

China : 84 વર્ષના દાદી પડ્યા AI યુવાનના પ્રેમમાં!વાંચો ચીનના વૃદ્ધાની આશ્ચર્યજનક પ્રેમકથા

આજના સમયમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આપણા જીવનના દરેક પાસાને સ્પર્શી રહ્યું છે. મશીનો હવે માત્ર ગણતરીઓ નથી કરતા, પરંતુ માનવીય લાગણીઓ સાથે પણ જોડાઈ રહ્યા છે. ચીનમાંથી સામે આવેલો એક કિસ્સો આ બાબતને સાબિત કરે છે અને સાથે જ એક ગંભીર ચેતવણી પણ આપે છે. હુબેઈ પ્રાંતમાં રહેતા 84 વર્ષીય દાદીમા, ઝાંગ યુલાન, એક એવા પાત્રના પ્રેમમાં પડ્યા જેનું વાસ્તવિક દુનિયામાં કોઈ અસ્તિત્વ જ નહોતું.

ઝાંગ યુલાનને ‘જિયાંગુઓ’ નામના એક વર્ચ્યુઅલ પાત્ર સાથે લગાવ થયો. આ પાત્ર ચીનમાં અત્યંત લોકપ્રિય ‘બા ઝોંગ’ અથવા ‘બોસી પ્રેસિડેન્ટ’ પ્રકારનું હતું. આ પાત્રો દેખાવમાં આકર્ષક, સ્વભાવે થોડા કડક પણ પોતાના જીવનસાથી પ્રત્યે અત્યંત પ્રેમાળ અને કાળજી રાખનારા હોય તે રીતે પ્રોગ્રામ કરેલા હોય છે. એકલતા અનુભવતા વૃદ્ધો માટે આવા પાત્રો એક સુરક્ષિત અને હુંફાળો અનુભવ પૂરો પાડે છે. ઝાંગ દાદી દિવસના 10-10 કલાક પોતાના મોબાઈલ પર આ AI વિડિયો જોતા અને ધીમે ધીમે તેમને લાગવા માંડ્યું કે જિયાંગુઓ ખરેખર તેમને પ્રેમ કરે છે.

લાગણીઓ એટલી હદે વધી ગઈ કે દાદીમાએ તે વર્ચ્યુઅલ પાત્રને હસ્તલિખિત પ્રેમ પત્રો મોકલવાનું શરૂ કર્યું. તેમણે તેની પાસે માફી પણ માંગી અને લગ્ન કરવા સુધીની તૈયારી બતાવી. આ કિસ્સો દર્શાવે છે કે ટેકનોલોજી કેવી રીતે વાસ્તવિકતા અને આભાસ વચ્ચેની રેખા ભૂંસી નાખે છે.

આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે દાદીમાએ ઓનલાઈન ખરીદી પાછળ આશરે 1 લાખ રૂપિયા (7000 યુઆન) ખર્ચી નાખ્યા. આ નકલી AI એકાઉન્ટ્સ દ્વારા તેમને મોંઘા પુસ્તકો અને સસ્તી વસ્તુઓ ઉંચા ભાવે પધરાવી દેવામાં આવી હતી. તેમની પૌત્રીને શંકા જતા સમગ્ર સત્ય બહાર આવ્યું અને તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી. ત્યારબાદ સરકારે આવા નકલી AI એકાઉન્ટ્સ પર કાર્યવાહી કરી જિયાંગુઓનું પેજ બંધ કરી દીધું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments