HomeGujaratGujarat weather: જાણો આજે કયા વિસ્તારોમાં માવઠું થશે?, એપ્રિલની શરૂઆતમાં પણ વરસાદની...

Gujarat weather: જાણો આજે કયા વિસ્તારોમાં માવઠું થશે?, એપ્રિલની શરૂઆતમાં પણ વરસાદની આગાહી

ગુજરાતમાં આજથી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. બે દિવસ માવઠાની આગાહી હોવાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આજે કેટલાક જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં આજથી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. બે દિવસ માવઠાની આગાહી હોવાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આજે કેટલાક જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ એપ્રિલ મહિનાની શરૂઆતમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. બીજી અને ત્રીજી એપ્રિલે કમોસમી વરસાદ થઈ શકે છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે અને આવતીકાલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાની શક્યતાઓ છે. બીજી તરફ એપ્રિલની શરૂઆતમાં પણ બીજી અને ત્રીજી એપ્રિલે માવઠું થવાની શક્યતાઓ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદ થવાની શક્યતાઓ છે. હવામાન વિભાગ પ્રમાણે આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, મોરબી, જામનગર, રાજકોટ, દ્વારકા, પોરબંદર અને કચ્છમાં વરસાદની આગાહી છે.

જ્યારે 30 માર્ચે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં વરસાદ થઈ શકે છે. 2 એપ્રિલે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને નવસારીમાં વરસાદની શક્યતાઓ છે. 3 એપ્રિલે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં વરસાદ રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments